CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 20 of 126 - CIA Live

June 21, 2021
jobloss.jpg
1min256

કોરોના મહામારીની બીજી લહેરના પરિણામે ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે એવું જણાવતા સેન્ટ્રર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઇઆઇ) એ જણાવ્યુ કે, ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ-મે દરમિયાન ગત વર્ષની તુલનાએ પણ અત્યંત ખરાબ છે જ્યારે પાછલા વર્ષે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતુ.

સીએમઇઆઇ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં મે ૨૦૨૧માં બેરોજગારીનો દર વધીને ૧૧.૯ ટકા થયો છે, જે જૂનમાં પણ વધી રહ્યો છે. ૬ જૂન, ૨૦૨૧ સુધીના ૩૦ દિવસનો સરેરાશ બેરોજગારીનો દર હાલ ૧૩ ટકાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી બાજુ શ્રમિકોની ભાગીદારી ૪૦ ટકાથી નીચે ઉતરી ગઇ અને તે હાલ ૩૯.૭ ટકા થઇ ગઇ છે. તો શ્રમ બજારના સૌથી મોટો માપદંડ ગણાતો રોજગારી દર મે મહિનામાં ઘટીને ૩૫.૩ ટકા અને ૬ જૂન, ૨૦૨૧ સુધીમાં વધુ ઘટીને ૩૪.૬ ટકા ટકા થયો છે.

સીએમઇઆઇના સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એપ્રિલ અને મે ૨૦૨૦ના દેશવ્યાપી લોકડાઉન બાદ જ ભારતના લેબર માર્કેટની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી છે.

જો કે તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં ગુમાવેલી અનૌપચારિક નોકરીઓમાં ઝડપી રિકવરીની અપેક્ષા છે, પરંતુ લોકડાઉનથી સ્વતંત્ર રોજગારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદથી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કુલ ૩.૬૮ કરોડ લોકોએ ગુમાવી છે. તેમાં દૈનિક વેતન મેળવતા મજૂરોની સંખ્યા ૨.૩૧ કરોડ છે. તો પગારદાર લોકોની સંખ્યા ૮૫ લાખ અને બાકીના સ્વરોજગાર મેળવનાર છે. રોજગારી મોરચે પરિસ્થિતિ સુધારવા કે વર્ષ ૨૦૧૯-૨૦ના સ્તરે પરત લઇ જવા માટે ભારતીય અર્થવ્યવસ્થામાં મક્કમ રિકવરીની આવશ્યકતા છે.

June 17, 2021
vaccine-1.jpg
1min272

સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી રુપે સુરક્ષા કવચ પુરુ પાડવા તત્પર છે. આજ કારણ છે કે સરકાર દેશમાં દરેક નાગરિકને કોરોના રસીનું અભિયાન ચલાવી રહી છે.  હવે રસીકરણને સરળ બનાવવા લોકોને સુવિધા મળે તે માટે કોવિન એપ અથવા વેબસાઈટ પરન રજિસ્ટ્રેશનના ફરજિયાતપણાને સમાપ્ત કર્યુ છે.  સરકારના નવા નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાની નજીકના વેક્સીનેશન સેન્ટર જઈને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે  અને રસી લઈ શકે છે.

સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના રસી દેશના દરેક ખુણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા વર્કર્સ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જશે અને લોકોને ઓન સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. એજ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાનની સ્પીડ ઘણી ઓછી છે.

સરકારે 21 જૂનથી ફરી રસીકરણ અભિયાનની કમાન હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે.  કેન્દ્રે આશ્વાસન આપ્યુ છે કે આ મહિને 12 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 13 જૂન સુધી કોવિનના માધ્યમથી કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રલયના મતે મંગળવારે 18-44 વર્ષની ઉંમરના 13,13, 438 લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 54, 375 લોકોને બીજો ડોઝ લગાવાયો છે.

June 17, 2021
covid_cia.jpg
1min282

સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.

કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.

7 more children die of AES in Bihar; govt starts survey | Latest News India  - Hindustan Times

આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.

તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.

June 16, 2021
vaccine-1.jpg
1min325

ભારતમાં કોરોનાની રસી લગાવ્યા બાદ પહેલા મોતની સરકારી પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે વેક્સિન લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રસી લીધા બાદ 488 જણનાં મોત થયા હોવાના અને 26000ને આડઅસર થઈ હોવાના હેવાલ છે.

રસી લીધા બાદ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કહેવાય છે. કેન્દ્રની સમિતિએ રસી લીધા બાદ 31 મૃત્યુની તપાસ કરી હતી અને પછી 68 વર્ષના એક જણનું એક પ્રકારના એલર્જીના રિએક્શન એનાફિલેક્સીસને લીધે મૃત્યુ થયું હોવાને પુષ્ટિ આપી હતી એમ મીડિયા હેવાલોમાં જણાવાયું છે.
એઈએફઆઈના અધ્યક્ષ ડો.એન.કે.અરોડાએ મોતને પુષ્ટિ આપી છે પણ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો કે,એવા હેવાલ છે કે રસીને કારણે વધુ ત્રણ મૃત્યુ થયા છે પણ તેને સરકારી સમર્થન મળ્યું નથી. સમિતિએ જે 31 મૃત્યુની તપાસ કરી તે પૈકી 18માં મોતને રસીકરણ સાથે કોઈ સંબંધ નીકળ્યો નહોતો. 16 અને 19 જાન્યુઆરીના જેમનું રસીકરણ થયું એવી વધુ બે વ્યક્તિનું પણ વેક્સિનને કારણે એલર્જીથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.

દેશમાં 7મી જૂન સુધી 23.7 કરોડ જણને રસી અપાઈ ચૂકી છે અને એક મીડિયા હેવાલ મુજબ 16 જાન્યુઆરીથી 7મી જૂન સુધી રસી લીધા બાદ 488 જણનાં મોત થઈ ચૂક્યા છે તો 26000ને એલર્જી સહિતની આડઅસર થઈ હતી. અલબત્ત રસી લગાવ્યા બાદ આડઅસર અને મૃત્યુની ટકાવારી 0.1 ટકાથી પણ ઓછી છે અને રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના અત્યંત ઘટી જાય છે ત્યારે તમામ નિષ્ણાતો રસી અચૂક લેવાની સલાહ આપે છે.

June 14, 2021
corona-gujarat.jpg
1min230

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા રાજ્યમાં હવે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે તો બીજી બાજુ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 455 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 8,20,321 થયો હતો. જેમાંથી વધુ 1063 સહિત આજસુધીમાં કુલ 8,00,075 દરદીએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે રિકવરી રેટ 97.53 ટકા થઈ ગયો છે.

આજે 13/6/21, 6 દર્દીનાં કોવિડ ડેથ જાહેર થતા કુલ મૃત્યુઆંક 9,997 નોંધાયો છે.

રાજ્યમાં હવે 10,249 એક્ટિવ કેસ છે, જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 9,996 દર્દીઓ સ્ટેબલ છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર હવે એકદમ ધીમી પડી ગઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં 132 કેસ નોંધાયા હતા અને 211 દરદી ડિસ્ચાર્જ થયા હતા. સારી બાબત એ રહી કે આજ માત્ર દ્વારકામાં 1 કોવિડ ડેથ જાહેર થયું હતુ. જો કે, જામનગરમાં કોરોનાની સારવાર દરમિયાન 5 દરદીના મૃત્યુ થયા હોવાનું સ્થાનિક તંત્રએ જાહેર કર્યુ હતું. નવા નોંધાયેલા કેસમાં રાજકોટ અને જૂનગઢ સિવાયના તમામ જિલ્લામાં 20થી ઓછા અને તેમાંય 6 જિલ્લામાં સિંગલ ડીઝીટમાં કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં એકેય કેસ નોંધાયો નહોતો.

રાજ્યમાં આજે નોંધાયેલ કુલ 455 કેસમાં સુરતમાં 96, અમદાવાદમાં 55, વડોદરામાં 72, રાજકોટમાં 46, જૂનાગઢમાં 34, નવસારીમાં 17, ગીરસોમનાથમાં 14, ભરૂચમાં 11, કચ્છમાં 10, અમરેલીમાં 9, જામનગરમાં 13, પંચમહાલમાં અને વલસાડમાં 8-8, મહેસાણમાં 7, બનાસકાંઠામાં અને દેવભૂમિ દ્વારકામાં 6-6, ખેડા અને પોરબંદર અને સાબરકાંઠામાં 5-5, આણંદમાં 4, ગાંધીનગરમાં 8, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, ભાવનગર, બોટાદ, નર્મદામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 2, સુરત, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠમાં 1-1 કોવિડ ડેથ જાહેર થયું હતું.

June 12, 2021
driving.jpg
1min301
driver training centres: Road ministry notifies rules for accredited driver  training centers, Auto News, ET Auto

માર્ગ મંત્રાલયે શુક્રવારે ઍક્રેડિટેડ ડ્રાઇવર ટ્રૅનિંગ સેન્ટર માટેના નિયમો જાહેર કર્યા હતા.

આ કેન્દ્રોમાં ઉમેદવારોને ઉચ્ચ-કક્ષાના ડ્રાઇવિંગ માટેના કોર્સ શીખવવામાં આવશે અને અહીં ટૅસ્ટમાં પાસ થનારને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે ડ્રાઇવિંગ ટૅસ્ટ નહીં આપવી પડે.

રૉડ ટ્રાંસપોર્ટ ઍન્ડ હાઇવૅઝ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉચ્ચ-કક્ષાનું ડ્રાઇવિંગ શીખવવા માટે આ કેન્દ્રોમાં સિમ્યુલૅટર્સ અને ડ્રાઇવિંગ ટૅસ્ટ માટેના ખાસ ટૅ્રકની વ્યવસ્થા કરવામાં આવશે.

આ કેન્દ્રોમાં મૉટર વ્હીકલ્સ ઍક્ટ, ૧૯૮૮ પ્રમાણે રિફ્રેશર અને રિમૅડિયલ કોર્સ પણ ચલાવવામાં આવશે.

MORTHINDIA on Twitter: "MoRT&H has issued a notification wherein the  requirements to be fulfilled by Accredited Driver Training Centres have  been mandated. This will help in imparting proper training and knowledge to

આ કેન્દ્રો શરૂ કરવા માટે ફરજિયાત જરૂરી નિયમો મંત્રાલયે જાહેર કર્યા હતા અને એનો અમલ ૧લી જુલાઇ ૨૦૨૧થી કરવામાં આવશે. આ કારણસર આવા કેન્દ્રોમાં તાલીમ લેનારા ઉમેદવારોને યોગ્ય તાલીમ અને જ્ઞાન મળશે.

અહીં ટૅસ્ટમાં પાસ થનારને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે ડ્રાઇવિંગ ટૅસ્ટમાંથી પસાર નહીં થવું પડે અને એ કારણે ઉમેદવારોને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં મદદ મળી રહેશે.

June 11, 2021
kids-mask.png
1min506

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

June 6, 2021
indiavaccine.jpeg
1min279

દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી કોરોનારસી’ લોન્ચ થનારી છે. ભારતની કંપની બાયોલોજિકલ-ઈએ ‘કોરબેવેક્સ’ નામની આ રસીને તૈયાર કરી છે. હાલમાં જોકે આ રસીના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે આ રસીના બંને ડોઝની કિંમત 500 રૂા.ની આસપાસ રહેશે. ટ્રાયલના અંતિમ પરિણામ આવી જાય એ પછી ઈમરજન્સી એપ્રૂવલ માટે અરજી કરવામાં આવશે. હૈદરાબાદના આ કંપનીની સાથે કેન્દ્ર સરકારે 30 કરોડ રસીના ડોઝનો સોદો કર્યો છે.

રસીની કિંમતને લઈને હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી જોકે એક અંગ્રેજી અખબાર અનુસાર બંને ડોઝની કિંમત 400 રૂપિયાથી પણ ઓછી હોઈ શકે છે. હજુ સુધી આ રસીની ટ્રાયલના બે ચરણ પૂરાં થયાં છે અને બંનેના સારાં પરિણામ આવ્યાં છે. હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.આ વર્ષે એપ્રિલમાં હૈદરાબાદની આ કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ ત્રીજા ચરણના ટ્રાયલ માટે અનુમતિ આપી’ હતી. આ રસીને અમેરિકાની બાયલર કોલેજ ઓફ મેડિસીનના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાયોલોજિકલ-ઈએ ભારતમાં એક એમઆરએનએ (મેસેંજર રાઈબોન્યૂક્લિક એસિડ) રસી પીટીએક્સ-કોવિડ-19-બીના નિર્માણ માટે કેનેડા સ્થિત પ્રોવિડેન્સ થૈરેપ્યૂટિક્સ હોલ્ડિંગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.

દેશમાં હાલમાં ત્રણ રસી લગાવાઈ રહી છે જેની અલગ-અલગ કિંમતો છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં આપવામાં આવે છે. ભારત બાયોટેકની કોવેક્સિનના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 2400 રૂપિયામાં જ્યારે રશિયાની સ્પૂતનિક રસીના પ્રત્યેક ડોઝની કિંમત 995 રૂપિયા છે.

June 6, 2021
delhi-unlock.jpg
1min290
Delhi LOCKDOWN News: Arvind Kejriwal says PARTIAL UNLOCK to begin from THIS  date; Check what's being relaxed | Zee Business

મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે મેટ્રો સર્વિસ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવાશે, ઑડ અને ઇવનના આધારે બજારો અને મૉલ્સ શરૂ કરાશે , ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફને મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં બજારો ફરી ખૂલશે તેમ જ અમુક શરતોને આધીન મેટ્રો સર્વિસીસ પણ આવતી કાલથી ફરીથી શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘અન્ય પ્રવૃત્તિઓમાં હળવી છુટછાટ સાથે લૉકડાઉન ચાલુ રહેશે, જેમ કે બજારની દુકાનો અને મૉલ ઑડ-ઇવનના આધારે ચાલુ રખાશે. દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે,

જ્યારે કે ઑફિસને ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. 
સરકારી ઑફિસોમાં ગ્રુપ ‘એ’ના સ્ટાફને ૧૦૦ ટકા હાજરી સાથે જ્યારે કે ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને ૫૦ ટકા હાજરી સાથે કામ કરવાની પરવાનગી આપવનામાં આવશે. દિલ્હી મેટ્રો પણ ૫૦ ટકા ક્ષમતાએ દોડાવાશે. 
દવાઓની માગણી પર દેખરેખ રાખવા માટે ડૉક્ટર્સ અને નિષ્ણાતોની ટુકડીનું ગઠન કરવામાં આવ્યું છે. 

June 5, 2021
vaccine-1.jpg
1min283

ઑલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)એ તાજેતરમાં કરેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના એપ્રિલ-મે મહિનામાં વૅક્સિન લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓનું મૃત્યુ નથી થયું. એટલે કે, વૅક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેવા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થાય છે પણ મૃત્યુ નથી પામતા.

આ અભ્યાસ અનુસાર, દિલ્હીના કોરોના સંક્રમિત દર્દીઓમાં જીનોમ સિક્વન્સીંગ, ઓવરલેપિંગ અને મિરરિંગ પદ્ધતિની મદદથી વેક્સિનના બ્રેકથ્રૂ ઈન્ફેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં B.1.617.2, B.1.1.7 વેરિયન્ટ મોટાભાગના કેસમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રસીના બન્ને ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને બ્રેક થ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.

બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના ઘણાં કેસ નોંધાયા હતા, પરંતુ આ દર્દીઓના લક્ષણો સાધારણ હતા. બીમારીની સારવાર દરમિયાન પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી થતી અને પાછલા તારણોની સરખામણી વર્તમાન અભ્યાસ સાથે કરવામાં આવે તો રસી લીધેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર પણ શૂન્ય જોવા મળ્યો હતો. એઈમ્સ દ્વારા કુલ 63 બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના કેસનો જીનો સિક્વન્સિંગની મદદથી અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી 36 દર્દીઓ રસીનો ડોઝ લઈ ચુક્યા હતા જ્યારે 27થી ઓછા દર્દીઓએ એક જ ડોઝ લીધો હતો. 10 દર્દીઓએ કોવી-શીલ્ડ લીધી હતી જ્યારે 53 દર્દીઓએ કોવેક્સિન લીધી હતી. આમાંથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.

AIIMSએ કરેલ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ થાય તો તેને સફળ સંક્રમણ માનવામાં આવે છે. ઈન્ડિયા ટૂડેના સમાચાર પ્રમાણે, AIIMSના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અધિક સંક્રમણના ફેલાવા છતાં વૅક્સિન લેનાર વ્યક્તિમાંથી કોઈપણનું બીમારીથી મૃત્યુ થયું નથી. ૬૩ ટકા સફળ સંક્રમણમમાંથી ૩૬ દર્દીઓને બંન્ને ડૉઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૭ લોકોને વૅક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૦ દર્દીઓને કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો જ્યારે ૫૩ લોકોને કોવૅક્સિન આપવામાં આવી હતી.