CIA ALERT

બિઝનેસ Archives - Page 55 of 76 - CIA Live

May 3, 2019
bitcoin_1.jpg
1min7970

દુનિયામાં સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી અને ભારતમાં સૌથી વિવાદાસ્પદ કરન્સી બનેલા બીટકોઇનના ભાવમાં છેલ્લા બે દિવસમાં 10 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. લંડન એક્સચેન્જ ખાતે આજે શુક્રવાર તા.3 મે 2019ના રોજ એક જ દિવસમાં બીટકોઇનના દરમાં 6.27 ટકાનો ઉછાળો નોંધાતા બીટકોઇન હોલ્ડર્સ ફરીથી ગેલમાં આવી ગયા છે. શુક્રવારે બીટકોઇનનો ભાવ લંડન એક્સચેન્જ ખાતે 5,803.51 અમેરિકન ડોલર નોંધાયો છે. ભારતમાં બીટકોઇન પર પ્રતિબંધ મૂકાયા બાદ બીટકોઇનના ભાવ સતત ગગડી રહ્યા હતા. ઘણાં મહિનાઓ પછી બીટકોઇનમાં ઓચિંતી મુવમેન્ટ અને એ પણ અસાધારણ મુવમેન્ટ જોવા મળી છે.

છેલ્લા બે દિવસથી બીટકોઇનના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે છેલ્લા છ મહિનાના સૌથી ઉંચા સ્તરે બીટકોઇનના ભાવ આવી જવા પામ્યા છે. જાણકારો કહે છે કે બીટકોઇનના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે અને જ્યાં બીટકોઇન માન્ય ચલણ છે ત્યાં તેની બોલબાલા વધી શકે તેમ છે.

લંડન એક્સચેન્જના સૂત્રો કહે છે કે બીટકોઇનમાં આવેલા તોતિંગ ઉછાળા પાછળ કેટલાક ટેકનિકલ કારણો રહેલા છે. એવા કોઇ સમાચારો નથી કે બીટકોઇનના ભાવને સકારાત્મક રીતે અસર કરે પરંતુ, ટેકનિકલ કારણોસર બીટકોઇનના ભાવ નવેમ્બર 2018 પછીની પહેલી વખત સર્વોચ્ચ સપાટી સર કરી છે. શુક્રવારે લંડન એક્સચેન્જ ખાતે બીટકોઇનનો ભાવ 5,802.51 અમેરિકન ડોલર જેટલો નોંધાયો છે. ગઇ તા.14મી નવેમ્બર 2018ના રોજ બીટકોઇનનો ભાવ 5700 યુએસ ડોલર હતો. જેમાં 108 ડોલર જેટલો જંગી ઉછાળો તાજેતરમાં નોંધાયો છે.

બીટકોઇનના વિશ્વની ભલે સૌથી મોટી વર્ચ્યુઅલ કરન્સી માનવામાં આવે છે પરંતુ, ભારતમાં બીટકોઇન પર હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ભારતમાં તેના વ્યવહારોને ગેરબંધારણીય માનવામાં આવી રહ્યા છે.

News in English

Bitcoin jumped to a new six-month high on Friday in a move that traders said was the result of technical forces, with no immediate news catalysts sending the cryptocurrency higher.

Bitcoin climbed more than 6 per cent to briefly break $5,700, its highest since November 14. It was last at $5,680 on the Bitstamp exchange, taking gains this year for the original and biggest virtual currency to nearly 55 per cent.

Other major cryptocurrencies such as ethereum and Ripple’s XRP, their prices often seen as correlated to bitcoin, also moved higher.

May 2, 2019
24-7_purple.png
1min4430

રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

પહેલી મેના દિવસે નાણાંમંત્રી નીતિન પટેલે ઔપચારિક રીતે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. જેનો આજથી અમલ શરૂ થઈ જશે. રાજ્યભરની દુકાનો, મૉલ્સ, પાથરણાં બજારો, દુકાનો, પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે.

રાજ્યમાં મતદાન પુરું થયા બાદ ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપી હતી. જે બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે નવા કાયદાથી રોજગારીની તકોમાં વધારો થશે.

May 2, 2019
gst.jpg
1min3010

ગત એપ્રિલ મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની વસૂલી માર્ચ મહિનાના રૂ. 1.06 લાખ કરોડ સામે વધીને રૂ. 1.13 લાખ કરોડની વિક્રમ સપાટીએ રહી હોવાનું નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એપ્રિલ મહિનામાં જીએસટી પેટેની કુલ વસૂલી રૂ. 1,13,865 કરોડની સપાટીએ રહી હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ. 21,163 કરોડની, સ્ટેટ જીએસટી પેટેની રૂ. 28,801 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પેટે રૂ. 54,733 કરોડ અને રૂ. 9168 કરોડ સેસનો સમાવેશ થતો હતો. ગત 30 એપ્રિલ સુધીમાં વેચાણનાં રિટર્ન જીએસટીઆર3બી ફાઈલ કરનારની સંખ્યા 72.13 લાખની રહી હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2019-20ના પહેલા અથવા તો એપ્રિલ મહિનામાં થયેલી જીએસટીની વસૂલી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ રહી હતી. તેમ જ એપ્રિલ 2018ની સરખામણીમાં થયેલી રૂ. 1,03,459 કરોડની વસૂલી સામે 10.05 ટકાની આકર્ષક વૃદ્ધિ થઈ હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારે આઈજીએસટીનાં રેગ્યુલર સેટલમેન્ટમાંથી રૂ. 20,370 કરોડ સીજીએસટી પેટે અને રૂ. 15,975 કરોડ એસજીએસટી પેટે સેટલ કર્યા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે રહેલા બેલેન્સમાંથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની 50:50ની સરાસરીની જોગવાઈ અનુસાર સરકારે રૂ. 12,000 કરોડ પણ સેટલ કર્યા હતા.

એકંદરે એપ્રિલ મહિનામાં રેગ્યુલર અને પ્રોવિઝનલ સેટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહેસૂલી આવક સીજીએસટીની રૂ. 47,533 કરોડની અને એસજીએસટીની રૂ. 50,776 કરોડની રહી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે સરકાર સીજીએસટી પેટે રૂ. 6.10 લાખ કરોડ, 1.01 લાખ કરોડ કોમ્પેન્શેસન સેસ અને આઈજીએસટી પેટે રૂ. 50,000 કરોડની વસૂલીની ધારણા મૂકી છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2018-19માં સીજીએસટી વસૂલી રૂ. 4.25 લાખ કરોડ રહી હતી, જ્યારે કોમ્પેન્સેસન સેસની વસૂલી રૂ. 97,000 કરોડ કરતાં વધુ રહી હતી. વધુમાં ગત મહિનાની જીએસટીની મહેસૂલી આવક વર્ષ 2018-19ની સરેરાશ માસિક રૂ. 98,114 કરોડની સરખામણીમાં 16.05 ટકાની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

April 27, 2019
bitcoinamrely.jpeg
1min3750

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જોખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.

ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.

April 26, 2019
sabji_market-1280x720.jpg
1min5310

તોબા તોબા પોકારાવતી ગરમીએ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા છે ત્યારે જીવનજરૂરી એવા શાકભાજીના ભાવ પણ ખૂબ વધી જતાં ઘર ઘરનાં બજેટ વેરણછેરણ થઇ ગયાં છે. બધાં જ શાકભાજી મોંઘાદાટ થઈ ગયાં છે એટલું જ નહીં શાકભાજીની ગુણવત્તા પણ નબળી આવતી હોવાથી ગૃહિણીઓ રોજ શું બનાવવું તેની ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રભરમાં કોઈ શાક એક કિલોએ રૂ. 60થી સસ્તું નથી. મહિલાઓ 250 અને 500 ગ્રામ ખરીદીને ચલાવી રહી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનાં વાવેતર સાવ નબળાં રહ્યાં છે. એ કારણે ઉનાળાના આરંભથી જ શાકભાજી મોંઘાં છે. હવે ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડ કદની દૃષ્ટિએ ઘણું મોટું છે. જ્યાં સામાન્ય રીતે શાકભાજીની બેશૂમાર આવક થતી હોય છે. જોકે અત્યારે ફક્ત બટાટા અને ડુંગળીની જ નોંધપાત્ર આવક છે. એ સિવાયના તમામ શાકભાજી શોધવા પડે તેમ છે.
જથ્થાબંધ ભાવોમાં પાંખી આવકને લીધે કાગડાં ઉડતા હોય એવી સ્થિતિ છે. ફ્લાવરની આવક જ સામાન્ય દેખાય એવી છે. એ સિવાય તમામ શાકભાજી પૂરાં પચ્ચાસ ક્વિન્ટલ પણ આવતાં નથી! રાજકોટ યાર્ડમાં આજે રીંગણાની 37 ક્વિન્ટલની આવક હતી. કોબીજ 28 ક્વિન્ટલ, ફ્લાવર 250 ક્વિન્ટલ, ભીંડા 30 ક્વિન્ટલ, ગુવાર 35 ક્વિન્ટલ, દૂધી 30 ક્વિન્ટલ અને ગાજર 25 ક્વિન્ટલ આવ્યા હતા. એ સામે ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ અને બટાટાની 9500 ક્વિન્ટલની આવક હતી.
શાકભાજીના ભાવ pef K.G.
શાક”” માર્કેટ યાર્ડનો ભાવ””” રિટેઇલ ભાવ
લીંબું”’ રૂ. 70-80””’ રૂ.125-130
ગુવાર” રૂ. 60-80””’ રૂ. 115-130
ભીંડા” રૂ. 40-50””’ રૂ. 90-100
દૂધી”” રૂ. 15-25””’ રૂ. 35-55
રીંગણા રૂ. 12-18””’ રૂ. 30-50
ટમેટાં” રૂ. 7-12”””’ રૂ. 30-60
કોબીજ રૂ. 8-12”””’ રૂ. 35-45
ફ્લાવર રૂ. 12-15””’ રૂ. 60-80

April 23, 2019
sensex1.jpg
1min9150

ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલી વૃદ્ધિએ ભારતીય શેરબજારની તેજી પર આજે બ્રેક મારી હતી. સાર્વત્રિક વેચવાલીથી સોમવારે BSE સેન્સેક્સ 495 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવ વધારાથી આયાત બિલ વધવાની આશંકાથી રૂપિયા પર પણ દબાણ જોવા મળ્યું હતું. ડોલર સામે રૂપિયો 0.75 ટકા ઘટીને 69.88 થયો હતો. ક્રૂડના ભાવ બેરલદીઠ 75થી 80 ડોલર સુધી વધવાની આશંકા સેવાઈ રહી છે.

આજે ઓઈલ-ગેસ, બેન્ક, રિયલ્ટી અને ઓટો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. બેન્ક શેરોમાં આજે માર્ચ પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર હાલમાં ઊંચા મથાળે હોવાથી પણ તેમાં કરેક્શન જોવા મળ્યું હતું.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,158.22 અને નીચામાં 38,585.65 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 495.10 પોઈન્ટ્સ (1.26 ટકા)ઘટીને 38,645.18 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઉપરમાં 11,727.05 અને નીચામાં 11,583.95 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 158.35 પોઈન્ટ્સના કડાકા સાથે 11,594.45 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.53 ટકા અને 1.44 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

અમેરિકાએ ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ થશે તેવી જાહેરાત કરતાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં 3 ટકાનો વધારો થયો હતો. ભારત અને ચીન ઈરાનના ક્રૂડના સૌથી મોટા ગ્રાહક છે અને તેથી તેમણે આ પ્રતિબંધો સામે વિરોધ કરીને લોબિઈંગ પણ કર્યું હતું. ક્રૂડના ભાવનો વધારો ભારતીય અર્થતંત્ર પર દબાણ સર્જી શકે છે.

આજે ઘટેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક (6.62 ટકા), ઈન્ડસઈન્ડ બેન્ક (4.11 ટકા), રિલાયન્સ ઈન્ડ. (2.76 ટકા), ICICI બેન્ક (2.54 ટકા), HDFC (2.19 ટકા), હિરોમોટો કોર્પ (2.03 ટકા), એક્સિસ બેન્ક (1.91 ટકા), મારુતિ (1.82 ટકા)નો સમાવેશ થાય છે.

April 21, 2019
sgcci3-1280x887.jpg
1min10590

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 20, 2019
kalank-1280x720.jpg
1min13250
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
April 19, 2019
dinesh_navadia.jpg
1min4720
  • એમ.એલ.એ. હર્ષ સંઘવીએ દિનેશ નાવડીયા કેમ્પમાં હાજરી આપી
  • સીએસ જરીવાલા, પી.એમ. શાહ જેવા સી.એ. વ્યાવસાયિક શાસકો ચેમ્બરને નજીકના ભૂતકાળમાં જ મળી ચૂક્યા છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની યોજાઇ રહેલી ચૂંટણીમાં હીરા ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયા હોટ ફેવરિટ ઉમેદવાર તરીકે જોવાય રહ્યા છે. હકીકતમાં ચેમ્બર ઓફ કોમર્સને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ ધરાવતા શાસક નહીં પરંતુ, ઉદ્યોગકીય દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

અત્યાર સુધી સી.એસ. જરીવાળા, પી.એમ. શાહ જેવા સી.એ. (વ્યાવસાયિક) નજીકના વર્ષોમાં ચેમ્બરના શાસક બની ચૂક્યા છે, પરંતુ, ઉદ્યોગપતિ દ્રષ્ટિકોણ ધરાવતા શાસક ચેમ્બરને ઘણાં વર્ષોથી મળ્યા નથી. ચેમ્બર ઓફ કોમર્સ ઔદ્યોગિક હિત માટે કાર્ય કરતી સંસ્થા છે અને હવે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, બાંધકામ ઉદ્યોગપતિઓ સમેત મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બહુમતિ ઉદ્યોગપતિઓ પણ એવું ઇચ્છી રહ્યા છે કે હવે પછી ચેમ્બરને દિનેશ નાવડીયા જેવા ઉદ્યોગ દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રમાં અત્યાર સુધી દિનેશ નાવડીયાએ કરેલી મિટીંગોની ફળીભૂત નિવડી છે. દિનેશ નાવડીયાને ઉદ્યોગકારો દ્વારા વોટિંગ કમિટમેન્ટ સાંપડી રહ્યા છે.

એવી જ રીતે શહેરના ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કરવામાં આવેલી ગ્રુપ મિટીંગોમાં દિનેશ નાવડીયાને અગ્રણીઓએ કોલ આપ્યા હતા કે તેઓ અચૂક વોટ આપશે. બીજી તરફ આજે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ દિનેશ નાવડીયા કેમ્પમાં આવ્યા હતા અને તેમણે દિનેશ નાવડીયા માટે પ્રચાર કર્યો હતો.

મેનેજિંગ કમિટીમાંથી દિનેશ નાવડીયા સમેત 50 જેટલા સભ્યોને ડિસક્વોલિફાય કરવાની નોટિસ આપવાની બાબત દિનેશ નાવડીયા કેમ્પને ડિસ્ટર્બ કરવા માટે જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. પરંતુ, આ નેગેટિવ પબ્લિસિટીએ દિનેશ નાવડીયા માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જ્યું છે.

April 19, 2019
votingsign.jpg
1min5450

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.