BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.29 ટકા અને 1.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડ., ONGC, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, મારુતિનો સમાવેશ થાય છે. આજે વધેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

ચોમાસાની અને તહેવારોની સિઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.
બે દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦નો વધારો જોવા મળ્યો હતો. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવવધારો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૦ રૂપિયે પહોંચ્યો હતો.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજિયાનું વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો નજીક હોઈ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.

















