CIA ALERT

Alert Archives - Page 6 of 443 - CIA Live

September 16, 2023
Cia_business_news-1280x936.jpg
1min585

યુક્રેન સરકારે ભારતમાં મુંબઇ ખાતે હેડક્વાર્ટર ધરાવતી એક વૈશ્વિક ડાયમંડ કંપની, એસ.આર.કે. ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં સામેલ કરતા સમગ્ર વિશ્વના હીરા બજારમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને એસ.આર.કે. ડાયમંડ કંપનીની મુખ્ય મેન્યુફેક્ચરિંગ કંપની જ્યારે સુરતમાં છે ત્યારે સમગ્ર વિશ્વના મિડીયા અહેવાલોમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની કંપનીની ભારે ચર્ચા શરૂ થઇ છે.

એક તરફ તાજેતરમાં જ મળેલી જી-સેવન દેશોની મિટીંગમાં રશીયન ઓરિજિન ડાયમંડને ટ્રેસ કરીને તેનો બહિષ્કાર કરવાની હાકલ થઇ છે ત્યારે યુક્રેન સરકારે ભારતની ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સરની યાદીમાં મૂકીને ખળભળાટ મચાવી દીધો છે.

યુક્રેન સરકારના પ્રવક્તાએ સ્થાનિક મિડીયામાં જણાવ્યું હતું કે મુંબઇ બેઝ ધરાવતી ભારતની ડાયમંડ કંપની જેનું નામ એસ.આર.કે. ડાયમંડ કંપની છે, આ કંપની ડાયમંડ કટ એન્ડ પોલિશનું કામકાજ કરે છે. યુક્રેનનો આક્ષેપ છે કે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ (એસ.આર.કે.)એ રશીયા પાસેથી 2021માં જેટલા જથ્થામાં રફ ડાયમંડ ખરીદ્યા હતા તેના કરતા 2023ના વર્ષમાં ત્રણ ગણા વધુ રફ ડાયમંડ્સ ખરીદ્યા છે. મિડીયા રિપોર્ટસમાં કહેવાયું છે કે એસ.આર.કે.એ 2023ના વર્ષમાં 132 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયમંડ ખરીદ્યા છે જ્યારે આ જ કંપનીએ 2021માં માત્ર 59 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયંમંડ્સ ખરીદ્યા હતા.યુક્રેન સરકારે ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં જે ભારતીય ડાયમંડ કંપની એસ.આર.કે.નો ઉલ્લેખ કર્યો છે એ કંપની સુરતની છે અને વિશ્વભરમાં તેનો કારોબાર વિસ્તરેલો છે. ગઇકાલે મધરાતથી આ સમાચાર વાયુવેગે મિડીયા માધ્યમોમાં પ્રસર્યા હતા જેને લઇને સુરતના હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુરત બેઝ ડાયમંડ કંપની SRKની સ્પષ્ટતાઃ SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે

રશિયા યુક્રેન વોર બાબતે ભારતની ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી વૈશ્વિક લેવલે ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપો થકી ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસોને અન્યાયી રીતે નિશાન બનાવ્યા છે. યુક્રેન યુદ્ધને ટેકો આપવાના તાજેતરના આક્ષેપો, જેમ કે યુક્રેનની ભ્રષ્ટાચાર નિવારણ પરની રાષ્ટ્રીય એજન્સી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તે ભારતીય વ્યાપારની સાથે રોજગારને નુકશાન પહોંચાડવાનો અને ભારતના હીરા ઉદ્યોગને કલંકિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની વ્યવસાયિક પ્રતિષ્ઠાને બહુ મોટું નુકસાન પહોંચાડે છે.

ડાયમંડ ઉધોગની સાથે SRKનું કાર્યક્ષેત્ર પણ હંમેશા પારદર્શિતા, અખંડિતતા અને નૈતિક આચરણના સિદ્ધાંતો પર આધારિત છે. કંપનીએ તેના સમગ્ર ઇતિહાસમાં કોઈપણ અપવાદ વિના આ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જવાબદાર વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે, છેલ્લા 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે.

વર્લ્ડ લેવલે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સ્પષ્ટપણે શાંતિ અને સંવાદિતા ભાર મૂકે છે.

SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે

September 15, 2023
fostta.jpg
1min488

Jayesh Brahmbhatt 98253 44944

भारत के सबसे बडे रिटेल वेपारीओ का संगठन जो सुरत की 211 टेक्षटाइल मार्केट और उसमें सक्रिय 65 हजार से अधिक व्यापारीओ से प्रत्यक्ष जुडा है, फेडरेशन ओफ सुरत टेक्षटाइल ट्रेडर्स एसोसीएशन (फोस्टा) की नई कार्यकारीणी के गठन के बाद अध्यक्ष कैलाश हाकिम और दिनेश कटारीया ने सिस्टमेटिक तरीके से फोस्टा संगठन का संचालन शरू कीया है, जिसका परीणाम यह आया की 200 से अधिक पेमेन्ट में गरबडीं की कम्पलेन मिली थी उनमें से 85 प्रतिशत से ज्यादा कंम्पलेन सिर्फ फोस्टा के नाम से सोल्व हूई है. न तो किसी पर जोरजुल्मी करनी पडी न तो रिक्वेस्ट करनी पडी सिर्फ आपस में मेलझोल कर के अनेक व्यापारीओ के फंसे हूए 40 करोड रूपए का पेमेन्ट क्लियर करवा दिया है.

पत्रकारो के साथ बातचीत करते हूए फोस्टा के प्रमुख कैलाश हाकिम और सेक्रेटरी दिनेश कटारीया ने बताया कीं फोस्टा ने एक सिस्टमेटिक तरीके से व्यापारीओ से जुडें प्रश्न, समस्याए एवमं कुछ रचनात्मक बातो के लिए कमिटीओ का गठन किया है. रविवार के दिन के लिए शूरु कि गई चौपाल अब फोस्टा कार्यालय में रोजाना होने लगी है. फोस्टा कि एलग अलग कमिटी मामले को देख रही है. अभी सब कामकाज मेन्युअल हो रहा है पर थोडे दिनो में फोस्टा की आधिकारीक वेबसाइट एवमं मोबाइल एप्लिकेशन लोंच हो जाएगी इसके बाद व्यापारी अपनी जगह बैठ कर मोबाइल से फोस्टा को अपनी समस्या दर्ज करवा सकेगा.

कैलाश हाकिमने बताया की थोडे दिनो में फोस्टा को एख लिगल वजुद मिल जाएगा. अभी तक फोस्टा सरकारी चोपडें पर कहीं दर्ज नहीं है. पर हमने फोस्टा का बंधारण ड्राफ्ट किया, थोडे दिनो में फोस्टा का बंधारण भी निश्चित हो जाएगा और एक नो प्राफिट नो लोस पर ट्रेड युनियन की तर्ज पर फोस्टा का रजिस्ट्रेशन भी किया जाएगा.

कैलाश हाकिम और दिनेश कटारीया ने बताया कीं नई कार्यकारिणी के सभी चूने गए डिरेक्टर्स अपना बिजनेस में से व्यापारीओ के प्रश्नो के लिए समय निकाल कर उनको सोल्व करने में लगे हूए है.

September 15, 2023
gjepc_mp.jpg
2min231

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોંચ કરી છે, આ યોજનામાં વિવિધ પ્રકારના કૌશલ્ય થકી રચનાત્મક આર્ટિકલ્સ તૈયાર કરતા કારીગરોને આર્થિક, સામાજિક રીતે સહાયભૂત થવામાં આવે છે. આ યોજનામાં સુરતમાં વિકસેલા હીરા ઉદ્યોગના રત્નકલાકારોને સમાવિષ્ટ કરવા માટે જીજેઇપીસીના પ્રતિનિધિમંડળે આજે કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષને રજૂઆત કરી છે.જીજેઇપીસી ગુજરાત રિજિયનના ચેરમેન વિજય માંગુકીયા અને જીજેઇપીસીના મેમ્બર દિનેશ નાવડીયાએ આજે સુરત ખાતે દર્શના જરદોષને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે રત્નકલાકારો પણ કારીગરીથી એક પથ્થરમાંથી ઝગમગાટ કરતો હીરો તૈયાર કરે છે, તેમનામાં પણ એક પ્રકારનું કૌશલ્ય છે. આથી તેમને પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં સામેલ કરવા જોઇએ. સુરત, સૌરાષ્ટ, મુંબઇ વગેરેમાં વિકસેલો હીરા ઉદ્યોગ 800,000 થી વધુ કારીગરોને રોજગારી આપે છે, તેના કારીગરો રત્નકલાકારોને યોજનામાં સામેલ કરવાથી તેમનું પણ હિત જળવાશે.જીજેઇપીસીની અપીલના જવાબમાં શ્રીમતી. જરદોશે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું. 

જીજેઈપીસીએ “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના”માં હીરા ઉદ્યોગનો સમાવેશ કરવા અપીલ કરી

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ભારતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંના એક, હીરા ઉદ્યોગને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તાજેતરના વિકાસમાં, GJEPC એ માનનીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતીનો સંપર્ક કર્યો. દર્શનાબેન જરદોષ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગને સમાવવાની હિમાયત કરી રહ્યા છે, જે સમગ્ર દેશમાં કારીગરોની કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા અને ઓળખવાના હેતુથી એક સરકારી પહેલ છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની અસાધારણ પ્રતિભાઓને સશક્ત બનાવવા અને તેમને માન્યતા આપવા માટે બનાવવામાં આવી છે. જ્યારે સુવર્ણકારોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કામદારોને તેની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ અંતરને દૂર કરવાના મહત્વને ઓળખીને, પ્રાદેશિક સમિતિના સભ્ય શ્રી દિનેશ નાવડિયા સહિત જીજેઈપીસીના પ્રતિનિધિઓએ માનનીય મંત્રી શ્રીમતી ની મુલાકાત લીધી. દર્શનાબેન જરદોશ તેમની સુરત ઓફિસ ખાતે પરિસ્થિતિને સ્પષ્ટ કરવા અને ડાયમંડ ઉદ્યોગનો સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, જે મુખ્યત્વે સુરત અને તેની આસપાસ કેન્દ્રિત છે. આ ઉદ્યોગ 800,000 થી વધુ કારીગરોને રોજગારી આપે છે, જે તેને ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે.

જીજેઇપીસીની અપીલના જવાબમાં, શ્રીમતી. જરદોશે પરિસ્થિતિની ઊંડી સમજણ દર્શાવી અને તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેણીએ હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું. માનનીય મંત્રીનું આ સક્રિય પગલું વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની વિવિધ કૌશલ્યો અને પ્રતિભાઓને ઓળખવા, તેમના કલ્યાણ અને સશક્તિકરણને સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

GJEPC માનનીય મંત્રીની પ્રતિભાવશીલતા અને કારણ પ્રત્યેના સમર્પણને બિરદાવે છે અને હીરા ઉદ્યોગને ટેકો આપવાની તેમની ઈચ્છા બદલ આભાર વ્યક્ત કરે છે. આ વિકાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગના કારીગરો માટે માન્યતા અને સમર્થન સુરક્ષિત કરવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

અવતરણ

કારીગરો એ ભારતના સમૃદ્ધ વારસાની કરોડરજ્જુ છે, અને અમે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં હીરા ઉદ્યોગને સમાવવાના મહત્વને ઓળખવા બદલ તેમના ઝડપી પ્રતિસાદ માટે પ્રશંસા કરીએ છીએ. આ પગલું માત્ર 800 થી વધુ લોકોને સશક્ત બનાવે છે. કુશળ કારીગરો પણ આપણા રાષ્ટ્રની ઉત્કૃષ્ટ હીરાની કારીગરીનો વારસો સાચવવાનો માર્ગ મોકળો કરે છે.”

વિજય માંગુકિયા, પ્રાદેશિક અધ્યક્ષ – ગુજરાત, GJEPC

હીરા ઉદ્યોગ એ માત્ર આર્થિક યોગદાન આપનાર નથી પરંતુ સદીઓ જૂની કારીગરીનો રક્ષક છે. અમારા હેતુને સમર્થન આપવા માટે માનનીય મંત્રીની પ્રતિબદ્ધતા જોઈને અમને આનંદ થાય છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં સમાવેશ કરવાથી માત્ર ઉદ્યોગનો ઉત્કર્ષ થશે નહીં. પરંતુ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં તેજ ઉમેરનારા કારીગરોની પ્રતિભાને પણ ઉજવીએ છીએ.”શ્રી દિનેશ નાવડિયા, GJEPC ના પ્રાદેશિક સમિતિના સભ્ય

September 1, 2023
TT-4.jpg
1min828

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમાજ ધડતરના નવતર કાર્યક્રમમાં દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૬/૦૩/૨૦૨૩ ના રોજથી શરૂ થયેલ થર્સ-ડે થોટ્સ ના તા.31મી ઓગસ્ટ 2023ના રોજ ૨૫માં કાર્યક્રમમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ વિશે વક્તાઓ એ નુતન વિચાર સાથે માર્ગદર્શન આપ્યું હતું.

શહેરના જાણીતા કાડીયોલોજીસ્ટ ડૉ.સંજયભાઈ વાઘાણીએ હાર્ટ એટેક ના વધતા બનાવો અને કારણો અંગે માહિતી આપી
જણાવ્યું હતું કે, ખાંડ એટલે કે ગળપણ… આરોગ્ય માટે સૌથી મોટી દુશ્મન છે.

ઇન્ફેકશન અંગે ખુબ જાણીતા ડૉ. પ્રતિક સાવજે શરીરએ માણસની મુલ્યવાન સંપતિ ગણાવી તેને સાચવવા અનુરોધ કર્યો હતો.

વર્તમાન સમયે ઘણા દર્દીઓને કોઈ રોગ ન હોય તોય બીમાર હોય છે. તેનું કારણ ,માનસિક પ્રશ્નો , શહેરના જાણીતા મનોચિકિત્સક ડૉ. જય કુમાર કુંભાણી એ જણાવ્યું હતુ કે તન, મન ની સુખાકારી માટે ખુશ રહેવું ખુબ જરૂરી છે.

આજે થર્સ-ડે થોટ્સમાં ૨૫ મો વિચાર ના અનુસંધાનમાં કાપડ ઉદ્યોગના આઇકોન શ્રી દીપકભાઈ શેટાએ જણાવ્યું હતું કે સતત નવું શિખતા રહેવું અને માનવીય સંવેદના સાથે નવું કરતા રહેવું તેજ ખરી પ્રગતિ છે. પોતાના બિઝનેશ જર્ની વિષે ખુબ પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. તેમ છતાં ઇનોવેશન અને સદભાવના એ પ્રગતિ માટે જરૂરી છે. શહેરના સૌથી મોટા ટેક્ષ પેયર બનવાના સંકલન સાથે તે સતત પ્રગતિ કરી રહ્યો છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ અત્યાર સુધીના ૨૪ અઠવાડિયાની ફલશ્રુતિ જણાવી હતી. શહેરના જાણીતા સર્જન ડૉ. અમુલખ સવાણીને થર્સ-ડે થોટ્સ કાર્યક્રમના બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા હતા. પ્રગતિશીલ રહેવા માટે નવીનતા – ઇનોવેશન અને સદભાવના જરૂરી ગણાવી હતી. કોણ ૧(એક) અને કોણ ૦(શૂન્ય) એ ખબર નથી પરંતુ બંને સાથે મળે તો ૧૦(દસ) થાય તે ખબર છે. આ વાત સાથે વિચારને વધુ સ્પષ્ટ કર્યો હતો.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે ડૉ.સંજયભાઈ વાઘાણી, શ્રી દીપકભાઈ શેટા તથા શ્રી મધુસુદનભાઈ દોંગા દાતા ટ્રસ્ટી બન્યા હતા. ૩૦૦ થી વધુ લોકો સ્વયંભુ દર ગુરુવારે નવા વિચાર માટે ઉત્સાહ સાથે આવી જાય છે. પટેલ સમાજની યુવા ટીમ તથા ટીમ ૧૦૦ ના યુવામિત્રો એ ઉત્સાહભેર આ કાર્યક્રમની કાળજી લઈ રહ્યા છે.

September 1, 2023
WhatsApp-Image-2023-08-31-at-20.42.30-1280x853.jpeg
1min233

મિશન ૮૪ અંતર્ગત વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા માટે સુવર્ણ તક છે. હાલ ગ્લોબલી માર્કેટનો ટ્રેઇન્ડ ચાલી રહયો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ પર ધ્યાન આપવું પડશે. પ્રોડકટ કોઇપણ હોય પણ તેમાં કવોલિટી જોઇશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં મુખ્યમંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. જેના અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.

તેમણે મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ કોન્ફરન્સમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સરકાર તરફથી રજૂ કરવામાં આવે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં મિશન ૮૪ના બ્રોશરનો સમાવેશ કરવામાં આવે.

વધુમાં તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એકઝીબીશન હોલ બનાવવા માટે સરકાર દ્વારા જે રૂપિયા ર૪ કરોડ જેટલી રકમ મંજૂર કરી છે તે માટે રાજ્ય સરકારનો આભાર માની તેમના વરદ્‌ (મુખ્યમંત્રીના) હસ્તે ખાતમૂહુર્તવિધિ સંપન્ન થાય તે માટે તેમને અનુકુળ તારીખ આપવા વિનંતી કરી હતી.

આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા પૂર્વ પ્રમુખો અશોક શાહ, રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ. અગ્રવાલ, રોહિત મહેતા, દિનેશ નાવડિયા ઉપરાંત ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાલા તેમજ ધારાસભ્યો વિનુભાઇ મોરડીયા, સંદિપ દેસાઇ અને મનુભાઇ પટેલ તથા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. મિટીંગનું સંચાલન માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું.

September 1, 2023
WhatsApp-Image-2023-08-31-at-15.50.26-1280x650.jpeg
1min180

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયાની હાજરીમાં ઉદ્યોગકારો એક્ષ્પોર્ટને વધારવા સંકલ્પ લેશે

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત શનિવાર, તા. ર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય મંત્રી સરકાર, ઉદ્યોગકારો પાસે શું અપેક્ષા રાખે છે તે બાબતે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે. સાથે જ ઉદ્યોગકારો પણ સરકાર પાસે વ્યાપાર અને એક્ષ્પોર્ટને વધારવા માટે શું ઇચ્છી રહયા છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઇ રહયા છે. જેના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયાની હાજરીમાં એક્ષ્પોર્ટ કરનારા ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ વધારવા માટે તેમજ નવા ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સ્વયંભૂ સંકલ્પ લેશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, જેમ એન્ડ જ્વેલરી, સોલાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જીનિયરીંગ, ડિફેન્સ પ્રોડકટ્‌સનું ઉત્પાદન કરતા તેમજ એક્ષ્પોર્ટ કરતા ઉદ્યોગકારોને જોડવામાં આવશે અને તેઓને પણ તેઓનું એક્ષ્પોર્ટ વધારવા હાંકલ કરવામાં આવશે. આ ઉદ્યોગકારો પણ એક્ષ્પોર્ટ વધારવા માટે સ્વયંભૂ સંકલ્પ લેશે. આવી રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત પ્રયાસ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થ વ્યવસ્થાને મજબુત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ વર્ષે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે, જેની સાથે ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ ભારતીય ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

August 28, 2023
WhatsApp-Image-2023-08-28-at-08.56.59-1280x918.jpeg
1min262

સોની ઇન્ડિયા દ્વારા દુનિયામાં સૌ પ્રથમવાર Vlogger કોમ્યુનિટી માટે ફુલ ફ્રેમ કેમેરા ZV E1 નું લોન્ચિંગ 26 ઓગસ્ટ 2023ના રોજ સુરતના પોદાર આર્કેડ વરાછા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સોની ઇન્ડિયાના ગુજરાતના મેનેજર સંકેત મિસ્ત્રી, ડિસ્ટ્રીબ્યુટર દિપક શેઠવાલા, ડીલર મયુરભાઈ, રવિભાઈ, જીગ્નેશભાઈ, ચિરાગભાઈ સહિત સોનીની ટીમ ઉપસ્થિત રહી હતી.

સંકેતભાઈએ જણાવ્યું હતું કે વેડિંગ માટે અથવા વાઈલ્ડ લાઇફ માટે ઘણા કેમેરા લોન્ચ થયા છે પણ કોરોના પછી સોશિયલ મીડિયા આવકના નવા સ્ત્રોત તરીકે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને તેનાથી બહુ મોટા લોકોને રોજગારીની તક સાંપડે છે તો આવા સંજોગોમાં તેના ઉત્થાન માટે ટેકનોલોજી નો સાથ ખૂબ જરૂરી છે આ બાબતને ધ્યાનમાં રાખીને સોની ઇન્ડિયાએ વી લોગર્સ માટે નવા નવા કેમેરા લોન્ચ કર્યા છે. નવો ZV E1 કેમેરા ફુલ ફ્રેમ છે એડવાન્સ AI નો એમાં ખૂબ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી ઓટો ફોકસ અને ઓટો ફ્રેમ પણ થઈ શકે છે આ કેમેરા ખૂબ જ કોમ્પેક્ટ અને લાઈટ વેઇટ છે તેનાથી તેને વાપરવાનું ખુબ સરળ છે.

Sony ZV E1 | Smallest Full Frame Camera For Creators | Best YouTube Camera  | Best Vlogging Camera - YouTube
August 25, 2023
Cia_business_news-1280x936.jpg
1min204

સ્પાર્કલ પ્રદર્શનમાં લગ્નસરા, તહેવારો અને બિન નિવાસી ભારતીયોને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ ડિઝાઇન કરાયેલી જ્વેલરી અને નેકલેસિસમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે

સ્પાર્કલમાં ચાંદીના રામ દરબારની સાથે રામ મંદિર આકર્ષણ જમાવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્‌ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શિત કરાશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ચાંદીના આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનની મુલાકાતાર્થે સુરતના ૬૦૦થી વધુ પરણવા જઇ રહેલા યુગલો તથા તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુરતના જ્વેલર્સોએ બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારો જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન અને દિવાળીને ધ્યાને લઇને નવી ડિઝાઇનરી જ્વેલરીમાં નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં જોવા મળશે.

ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના ૩૦ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું આજથી ત્રણ દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે

August 24, 2023
dc-patel.png
1min256

ન્યુ સિટીલાઇટ ભરથાણાના કોલેજ સંકુલની 5 કોલેજોની કુલ 172 ટીમો જેમાં 40 ટીમો યુવતિઓની પણ છે, આટલી મોટી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસમાં પૂર્ણ કરાશે

સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લઈ રહી છે. સાથે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહેનાર છે.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો આરંભ

ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલ ના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહેશે. પાંચ દિવસ ચાલતી આ ટુર્નામેન્ટ માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહેશે .

August 24, 2023
Auro-University.jpg
1min446

ઑરો યુનિવર્સિટી, સુરત ખાતેની સ્કૂલ ઑફ લૉ, આગામી “કાયદા અને ઉભરતા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2023″ની જાહેરાત કરી રહી છે, જે 24મી અને 25મી ઑગસ્ટ, 2023ના રોજ યોજાવાની છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્વાનો માટે એક મંચ પૂરો પાડવાનો છે, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વિદ્યાર્થીઓ ઝડપથી વિકસિત વૈશ્વિક પડકારોનો સામનો કરવા કાયદાના ગતિશીલ લેન્ડસ્કેપ પર વિચારણા કરવા.

“કાયદો અને ઉભરતા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2023” શીર્ષક, આ ઇવેન્ટ સતત પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ વિશ્વમાં સતત બદલાતા કાયદાકીય લેન્ડસ્કેપને સંબોધવા માંગે છે. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સંશોધકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, સંશોધન વિદ્વાનો, વિદેશી પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓને સમકાલીન કાનૂની પડકારોની આસપાસના વિચારો અને આંતરદૃષ્ટિના આદાનપ્રદાનમાં જોડાવવાનો છે.

પ્રો. વિની કપૂર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, બી.આર. આંબેડકર નેશનલ લો યુનિવર્સિટી મુખ્ય અતિથિ તરીકે અને શ્રી. રોહિત પાંડે, એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને માન. સેક્રેટરી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન ગેસ્ટ ઓફ ઓનર રહેશે. આ પરિષદમાં 150 ઓફલાઈન અને 90 ઓનલાઈન ઉપસ્થિતોની સહભાગિતા જોવા મળશે, જે દેશભરની વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરશે. કોન્ફરન્સમાં આસામ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, કેરળ, કર્ણાટક વગેરે રાજ્યોમાંથી સંશોધન પત્રો અને સહભાગીઓ પ્રાપ્ત થયા છે. વધુમાં, કોન્ફરન્સમાં બાંગ્લાદેશ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોના 10 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની સહભાગિતા છે.

કોન્ફરન્સમાં નિષ્ણાતોની વાર્તાલાપ, પેપર પ્રેઝન્ટેશન અને થીમ હેઠળ ચર્ચાઓ કરવામાં આવશે જેમ કે- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ જસ્ટિસ, બંધારણ અને માનવ અધિકારો સામેના પડકારો, સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે પર્યાવરણ અને ઇકોસિસ્ટમ્સ ટકાવી રાખવા, વ્યવસાયમાં પડકારો અને પ્રગતિ, સ્પર્ધાત્મક કાયદો અને આઈપીઆર, સામાજિક ન્યાય, જાતિ ન્યાય અને સમાનતા, અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે સમકાલીન પડકારો. આ સત્રોની અધ્યક્ષતા કાયદા અને શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે, જેમાં કેટલાકના નામ છે- પ્રો. પ્રોફેસર એમેરિટસ, સિસ્ટર નિવેદિતા યુનિવર્સિટી, ડૉ. અરુણ કુમાર સિંઘ, પ્રોફેસર, ICFAI લૉ સ્કૂલ, ICFAI યુનિવર્સિટી, દેહરાદૂન.

કોન્ફરન્સનું પરિણામ એ છે કે તે સહભાગીઓને સંશોધન ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નવીન વિચારો શેર કરવા અને કાયદાકીય મુદ્દાઓને દબાવવા પર ચાલી રહેલા સંવાદમાં યોગદાન આપવા માટે એક અનન્ય તક પૂરી પાડશે. પસંદગીના સંશોધન પત્રો ટેલર અને ફ્રાન્સિસ અને કેમ્બ્રિજ સ્કોલર જેવા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે