સુરત ડાયમંડ બુર્સમાં આગામી તા.21મી નવેમ્બરથી કારોબાર શરૂ કરી રહેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડ કટ એન્ડ પોલિશીંગ ઉદ્યોગકાર કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં તેમની ઓફિસેથી વેપાર સોદા કરનારાઓ માટે જોરદાર ઓફર જાહેર કરવામાં આવી છે.
ઓફર નં. 1
હીરા દલાલી સાથે સંકળાયેલા જે હીરા દલાલો સુરત ડાયમંડ બુર્સ ખાતે આવેલી કિરણ જેમ્સની ઓફિસેથી નેચરલ ડાયમંડના સોદા કરાવશે તેમને 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લાભ માટે દલાલોએ સુરત ડાયમંડ બુર્સમાં ઉપસ્થિત રહીને સોદો કરાવવાનો રહેશે.
ઓફર નં.2
હીરા કારોબારીઓ માટે કિરણ જેમ્સની બીજી ઓફર એવી છે કે હીરાના વેચાણ સોદાઓમાં અન્ય બેનિફિટ ઉપરાંત વધારાના બેનિફિટ તરીકે જો કોઇ ખરીદાર હીરા જોયા વગર બ્લાઇન્ડમાં નેચરલ ડાયમંડની ખરીદી કરશે તો તેને 2 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કોઇ ખરીદાર હીરા જોયા બાદ ખરીદી કરશે તો તેને દોઢ ટકા વધારાનો લાભ આપવામાં આવશે.
હીરા ઉદ્યોગના જાણકારો કહે છેકે કિરણ જેમ્સની આ ઓફરો એવી છે કે હીરા કારોબાર સાથે સંકળાયેલા દલાલો કે વેપારીઓ માટે મોટી તક પૂરી પાડશે. નેચરલ ડાયમંડ્સની કિંમત એટલી ઉંચી હોય છે કે એકાદ બે સોદામાં 5થી 7 કરોડનો ધંધો થઇ જાય તો જે તે દલાલ કે વેપારીને 10થી 12 લાખની કમાણી થઇ જાય તેમ છે. કિરણ જેમ્સની આવી બિઝનેસ ઓફરની સાથે આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારા અન્ય હીરા ઉદ્યોગપતિઓ પણ પોતપોતાની આકર્ષક ઓફરોથી સમગ્ર વિશ્વના હીરા ખરીદારોને સુરત ડાયમંડ બુર્સમાં ખેંચી લાવશે.
મુદ્રા ડાન્સિંગ એકેડેમીના કલાગુરુ શ્રીમતી કાશ્મીરા જયકુમાર પટેલની ત્રણ શિષ્યાઓ શ્રીમતી વૈશાલી મિતેષ ઉમરીયા, શ્રીમતી તન્વી બકુલેશ ચૌધરી અને હેનાલી સુરેશચંદ્ર પરવટીયાએ અરંગેત્રલની સંપૂર્ણ તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આગામી તા.4 નવેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 7 કલાક દરમિયાન નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રંગભવન ખાતે ત્રણેય શિષ્યાઓ પોતાની ક્લાસિકલ ડાન્સિંગની કલા અરંગેત્રલમાં રજૂ કરશે.
આ પ્રસંગે વૈશાલીબેનના પિતા મિતેષ ઉમરીયા તેમજ પરીવારના સભ્ય હિતેષ ઉમરીયાએ જણાવ્યું હતું કે ઉમરીયા પરિવાર માટે આ એક અત્યંત ખુશીનો અવસર છે.
હિતેષભાઇ ઉમરીયાએ જણાવ્યું કે શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે અરંગેત્રલ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને આધારે નહિ, પરંતુ નૃત્યકાર તરીકેની તેની નિપુણતા તથા ગુણવત્તા પર જ આધારિત હોય છે. પ્રાચીન સમયમાં શિષ્યો ગુરુકુળમાં રહીને નૃત્યસાધના કરતા હતા એ પરંપરા સદીો પછી પણ આજે અકબંધ છે. વર્ષોની કઠોર સાધના તથા પરિશ્રમને અંતે નૃત્યકારે પ્રાપ્ત કરેલ પરિપક્વતાની ફલશ્રુતિ રૂપે આરંગેત્રમનો મંગલ પ્રસંગ, ગામના મંદિરના પટાંગણમાં ભગવાનના આશીર્વાદ સાથે, વિદ્વજ્જનોની ઉપસ્થિતિમાં ઊજવાય છે.
શું છે અરંગેત્રલનો ઇતિહાસ
ભારતની શાસ્ત્રીય નૃત્યકલામાં દક્ષિણ ભારતની નૃત્યકલાનું વિશિષ્ટ પ્રદાન છે, જેનો પ્રારંભ આજથી આશરે 5,000 વર્ષ પહેલાં થયો હતો અને આશરે 2,000 વર્ષ પૂર્વે તે પૂર્ણત્વ પામી હતી તેવું માનવામાં આવે છે. તે સમયથી ભારતની બધી શાસ્ત્રીય નૃત્યશૈલીમાં આરંગેત્રમ્ દીક્ષાન્ત સમારોહ ઊજવાતો આવે છે. વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે તથા પરંપરાથી નિર્ધારિત થયેલા ક્રમમાં તે નૃત્યનાં વિવિધ અંગોમાંથી કેટલાંક રજૂ કરે છે. ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરતનાટ્યમનું સ્થાન મોખરે છે અને તેમાં મંદિરની દેવદાસીઓ અને નટુવંગમ્ વગાડનાર નટુવનાર એટલે કે નૃત્ય-આચાર્યોનું મુખ્ય પ્રદાન હોય છે. યુવાન દેવદાસી મંદિરમાં જ્યારે પ્રથમ વાર નર્તકી તરીકે નૃત્ય કરે છે ત્યારે તે પોતાની જાતને નટરાજને સમર્પિત કરે છે. આ પ્રસંગમાંથી આરંગેત્રમનો ઉદભવ થયો છે. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઈએ આરંગેત્રમ્ માટે ‘આરાધના’ પર્યાય આપ્યો છે.
આ સમારોહમાં નૃત્યકાર નૃત્યનાં વિવિધ અંગોમાંથી ખાસ પસંદ કરેલાં કેટલાંક રજૂ કરે છે. મંગલાચરણમાં તેમજ સમારોહની સમાપ્તિ પહેલાં નટરાજવંદના, ગુરુવંદના તથા સભાવંદનાનો સમાવેશ થાય છે. મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, તિલ્લાના, શ્લોકમ્ અને મંગલમ્ રજૂ કરવામાં આવે છે. અલારિપ્પુ એટલે કે કુમુદના પુષ્પની માફક ખીલતું. આ એક પુષ્પાંજલિની વિધિ છે, જેમાં નર્તિકા ઉચ્ચ ગ્રીવા રાખી ઈશ્વરને, સન્મુખ ઊભેલા ગુરુને તથા પ્રેક્ષકગણને વંદન કરે છે અને આશીર્વાદ આપવા માટે એ બધાનું આહવાન કરે છે. જતિસ્વરમ્ એટલે કે તાલબદ્ધ નૃત્ય અને નિશ્ચિત રાગમાં ગવાતી સ્વરાવલીનું સુંદર આયોજન. શબ્દમ્ એટલે અભિનય સાથે રજૂ થતું દેવનું યશોગાન, જે દરમિયાન નર્તકી તાલબદ્ધતામાંથી અભિનયમાં સરે છે. અલારિપ્પુ અને જતિસ્વરમની તુલનામાં શબ્દમમાં ભાવપ્રદર્શનનું પ્રાધાન્ય હોય છે. નર્તિકા પ્રેક્ષકગણને રામ, કૃષ્ણ કે શિવની કથા આદર અને અર્થનિષ્પત્તિ સહિત સમજાવે છે. વર્ણમમાં નર્તકીએ શીખેલા આડવુ(steps)ના સ્રોતમાંથી ગ્રહણ કરેલા વૈવિધ્યપૂર્ણ આડવુની ચઢતા ક્રમમાં ભવ્ય રંગભરી રજૂઆત થાય છે. તેમાં દેવનું સ્તુતિગાન હોય છે. પદમ્ અત્યંત મૃદુ રીતે રજૂ થતો નૃત્યપ્રકાર છે, જેમાં આડવુ કરતાં અભિનયનો ભાગ વધારે હોય છે અને તેથી એમાં વિવિધ નાયિકાલક્ષણો દર્શાવવાની તક રહે છે. આ પદમ્ ગુજરાતી ગીત સાથે પણ રજૂ થાય છે. તિલ્લાના ઉત્તર ભારતના તરાનાને મળતી કૃતિ છે, જેમાં વિલંબિત, મધ્ય અને દ્રુત – આ ત્રણેય લયોનો આવિષ્કાર હોવાથી તાલનું વૈવિધ્ય હોય છે. શ્લોકમમાં ઈશ્વરને ઉદ્દેશીને રચાયેલા સંસ્કૃત, તમિળ કે તેલુગુ શ્લોક પર નૃત્ય અને અભિનયની રજૂઆત થાય છે.
આરંગેત્રમ્ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે.
આરંગેત્રમ્ બાદ જ શિષ્ય નૃત્યકાર તરીકે પોતાની કલા જાહેરમાં રજૂ કરવા માટે લાયક ગણાય છે.
આવતીકાલ રવિવાર તા.29મી ઓક્ટોબરના રોજ આઇસીસી મેન્સ વર્લ્ડ કપ ક્રિકેટના ઉપક્રમે લખનૌ ખાતે રમાનારી ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની વન ડે મેચનો ફેન પાર્ક શહેરના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
ફેન પાર્ક અંગે વધુ વિગતો આપતા સ્ટેડીયમ મિડીયા કન્વીનર મિતુલભાઇએ જણાવ્યું હતું કે શહેરના ક્રિકેટ રસીકો પોતાના પરિવારજનો સાથે સ્ટેડીયમ પરીસરમાં મોટા સ્ક્રીન પર લાઇવ મેચ નિહાળી શકશે. ફેન પાર્કમાં એન્ટ્રી બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવશે. ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ ઉપરાંત ફૂટકોર્ટ તેમજ નાના બાળકો માટે ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ફર્સ્ટ સ્ટાર્ટ ઓફ કોન્કલેવનો આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો હતો. 50થી વધુ સ્ટાર્ટ પર લોકોની સમસ્યાઓનું સમાધાન સ્ટાર્ટ અપના સ્વરૂપમાં લઇને આવ્યા છે. ચેમ્બરના સ્ટાર્ટ અપ કોન્કલેવમાં સ્ટાર્ટ અપના બિઝનેસ આઇડીયામાં જોરદાર રિટર્ન મળવાની અપેક્ષાએ રોકાણકારો આકર્ષાયા છે અને આગામી દિવસોમાં જો ડિલ ફાઇનલ થશે તો રૂ.25 લાખથી લઇને રૂ.1.5 કરોડ સુધીનું મૂડીરોકાણ યંગ બિઝનેસમેનને પોતાના સ્ટાર્ટઅપને ગતિશીલ બનાવવા માટે મળશે.
ચેમ્બરનો સ્ટાર્ટ અપ કોન્કલેવ હજુ બે દિવસ એટલેકે આજે શનિવાર તા.28મી ઓક્ટોબર અને આવતીકાલ રવિવાર તા.29મી ઓક્ટોબર એમ બે દિવસ ચાલવાનો છે. સામાન્ય મુલાકાતીઓ માટે પણ કોઇ એન્ટ્રી ફ્રી નથી. ઇન્વેસ્ટર્સ તો ઇન્વેસ્ટમેન્ટ માટે પહોંચી રહ્યા છે પરંતુ, યંગસ્ટર્સના આઇડીયા જોવા, જાણવા, માણવા પહોંચી જાવ, સરસાણા પ્લેટીનમ હોલમાં.
ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપ રિવોલ્યુશનનું ભારત હવે વીટનેસ બની રહયું છે. સ્ટાર્ટ–અપ માટે ઇનોવેશન કી વર્ડ છે અને સ્ટાર્ટ–અપ રિવોલ્યુશન ટેકનોલોજી તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગર સંભવ નથી. નવી ટેકનોલોજી રિવોલ્યુશનનનું ઇનોવેશન એટલે સ્ટાર્ટ–અપ છે. સ્ટાર્ટ–અપ એ નવું સોલ્યુશન લાવી શકે છે. ભારતની સમસ્યાનું નિવારણ એટલે સ્ટાર્ટ–અપ છે. ભારતના યુવાઓ એ સોલ્યુશન માટે કામ કરે છે. એના માટે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન આપવું પડશે. ઇનોવેટીવ પ્રોડકટ માટે ટેસ્ટીંગ ફેસિલિટી હોવી જોઇએ.સ્ટાર્ટ અપ કોન્કલેવના ઉદઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું કે, સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરાયો છે. આ સમિટમાં પ૦ જેટલા સ્ટાર્ટ–અપે ભાગ લીધો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ સમિટમાં આ તમામ સ્ટાર્ટ–અપે પોતાના આઇડિયાને એકઝીબીટ કર્યા છે.ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઇઓ પ્રોફેસર તુષાર રાવલે ગુજરાત સરકાર દ્વારા તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ આયોજિત થનારી પ્રિ–વાઈબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે સ્ટાર્ટ–અપ રાઇઝ પિચીંગ, હેકેથોન અને સરકાર સાથે સ્ટાર્ટ–અપ અંગે ઉદ્ભવતા પ્રશ્નોત્તરી સેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડના સીઇઓ કમલ બંસલે સ્ટાર્ટ–અપ સમિટમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે સ્ટાર્ટ–અપમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનશે. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટાર્ટ–અપમાં રિસ્ક છે પણ સમય, રિસર્ચ, ટેકનોલોજી અને શ્રમની સાથે સ્ટાર્ટ–અપને સફળ બનાવી શકાય છે.
અમેરીકામાં યોજાઇ રહેલી ગ્લોબલ મિલેટ્સ મીટમાં ઉપસ્થિત રહેનારા 100થી વધુ દેશોના ડેલિગેટ્સ માટે અમેરીકાના ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ સુરતની અતુલ બેકરીને 2 હજાર કિલો (2 ટન) મિલેટ્સ બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો, સુરતના ઇચ્છાપોર ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતી અતુલ બેકરીએ આ ઓર્ડર સફળતાપૂર્વક ડિસ્પેચ પણ કરી લીધો છે.
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ન્યુટ્રીશીયસ ધાન તરીકે ખ્યાતિ પામી રહેલા મિલેટ્સની ગ્લોબલ મિલેટ્સ મીટ અમેરીકામાં યોજાઇ રહી છે. ભારતમાં બાજરી, જુવાર, રાગી તેમજ જુદા જુદા પ્રકારના ફાઇબર યુક્ત ઑટ્સનો સમાવેશ શ્રીઅન્ન એટલે કે મિલેટ્સમાં થાય છે. મિલેટ્સને વધુ પ્રચલિત બનાવવા તેમજ બાળકો નાનપણથી જ મિલેટ્સ આધારીત વાનગીઓ આરોગે તે માટે મિલેટ્સમાંથી અવનવી વેરાઇટીઝ બની રહી છે.
સુરતમાં બિસ્કીટ બનાવીને અમેરીકામાં સપ્લાય કરનાર જાણિતી અતુલ બેકરીના ઑનર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે મિલેટ્સ બિસ્કીટની વેરાઇટી તેમણે પહેલીવાર જ ઉત્પાદન કર્યું હતું અને ભારતમાં હજુ એકેય પેકેટ વેચાયું નથી અને 2000 કિલોનો માલ અમેરીકામાં સપ્લાય કરી દીધો છે. બાજરી, રાગી, ઓટ્સ અને શક્ય એટલી કુદરતી સાધન સામગ્રીમાંથી મિલેટ્સના બિસ્કીટ તૈયાર કર્યા હતા, તેના સેમ્પલિંગ અમેરીકાની ચુસ્ત કડકાઇભરી પ્રક્રિયામાંથી પસાર થયા અને એ પછી તેમણે ઓર્ડર સપ્લાય કર્યો છે.
The 21st International Conference of MANLIBNET, themed ‘Empowering Libraries, Connecting Communities: Innovation, Collaboration, and Entrepreneurship’ held at IMT Ghaziabad Campus during 5th– 7th October, 2023.
The conference proceedings, having 93 original research papers, were released by Ms. Amy Memon, Chief Guest of the inaugural session.
It was a great honour that Dr. Meeta Rathod V., Dean, Faculty of Humanities, Sarvajanik University, and one of the editors of the book has been felicitated by Dr. Vishal Talwar, Director – IMT Ghaziabad.
The inaugural session of the event had more than 200 attendees, including professionals in library and information science, research scholars, and publishers, among others.
Ms. Amy Memon, the Regional Head of South Asia for AACSB, served as the Chief Guest for the event. Fr. Dr. K.S. Casimir, the Director of XLRI Delhi-NCR, delivered the keynote speech, discussing the evolving role of libraries. Dr. Vishal Talwar, Director, IMT Ghaziabad, stressed the importance of shaping the future of libraries and, consequently, the future of humanity.
Dr. M.G. Sreekumar, Director of Libraries, Jio Institute and President, MANLIBNET, provided the conference attendees with a comprehensive overview of the different themes and sub-themes addressed during the event. On a similar note, Dr. Akhtar Parvez, University Librarian, MANUU and, General Secretary, MANLIBNET, informed the audience about the array of activities conducted by the Management Libraries Network.
Besides seventy-five paper presentations, two panel discussions and eight plenary talks were delivered during the 3-day conference.
The MANLIBNET-3B Best Paper Award was jointly awarded to the Mr. Altaf Ali and Mr. Tiplut Wann. IMT is thankful to MANLIBNET for such a wonderful & impactful conference.
સારો બિઝનેસ આઇડીયા ધરાવતા યંગસ્ટર્સને મૂડ઼ીરોકાણ કરનારા ઇન્વેસ્ટર્સ તેમજ ઇન્વેસ્ટર્સને નફો કમાવી આપે તેવા બિઝનેસ મળી રહે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તા.27થી 29 ઓક્ટોબર દરમિયાન સ્ટાર્ટ અપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં 50થી વધુ સિલેક્ટેડ સ્ટાર્ટઅપને પોતાનો બિઝનેસ આઇડીયા એક્ઝિબિટ કરવા માટે મંચ તો આપવામાં આવશે જ પરંતુ, ઇન્વેસ્ટર્સ તેમજ સામાન્ય લોકો પણ સ્ટાર્ટઅપ સંબંધી જાણકારી મેળવી શકે તે માટે આ ત્રણ દિવસિય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.સ્ટાર્ટ અપ સમિટ અંગે વધુ માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલા, મંયક દેસાઇ, કશ્યપ પંડ્યા, નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતમાં અંદાજે 2 હજારથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ છે, યંગસ્ટર્સના મનમાં આવેલા બિઝનેસના આઇડીયાને સાકાર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને મૂડીરોકાણ સૌથી મહત્વની જરૂરીયાત હોય છે. આથી નવા યંગસ્ટર્સને ઇન્વેસ્ટર મળી રહે તે માટે યોજવામાં આવેલી સ્ટાર્ટ અપ સમિટમાં પપ જેટલા સ્ટાર્ટ–અપ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
ચેમ્બર આયોજિત સ્ટાર્ટ અપ સમિટમાં સોલાર એનર્જી, સોફટવેર ટેકનોલોજી, વુમન્સ હેલ્થ, ડાયમંડ, આર્કિટેકટ અને ઇન્ટિરિયર ડિઝાઇનીંગ વિગેરે ક્ષેત્રોમાં સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ખાસ કરીને વર્ષ ર૦૧૯ પછી જે ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટ–અપ શરૂ કર્યું છે એવા મોટા ભાગના સ્ટાર્ટ–અપે સમિટમાં ભાગ લીધો છે. આગામી ડિસેમ્બર– ર૦ર૩ દરમ્યાન આયોજિત થનારી ગુજરાત વાઇબ્રન્ટ સ્ટાર્ટ–અપ સમિટનો રોડ શો પણ આ સમિટમાં કરવામાં આવશે.
સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે ખાસ સેશન યોજાશે
આ સમિટ દરમ્યાન શનિવાર, તા. ર૮ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ‘સ્ટાર્ટ–અપ ફંડ રેઇઝીંગ ઓપોર્ચ્યુનિટી’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. બપોરે રઃ૦૦થી ૩:૦૦ કલાક દરમ્યાન એન્જલ ઇન્વેસ્ટમેન્ટ વિશે સેશન. ત્યારબાદ સાંજે ૪:૦૦થી પઃ૦૦ કલાક દરમ્યાન યુનિકોર્ન ઝાઇબર ૩૬પના સની વાઘેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે. રવિવાર, તા. ર૯ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે બપોરે ૧રઃ૦૦થી રઃ૦૦ કલાક દરમ્યાન ‘ફયુચર ઓફ એસ્પોર્ટ એન્ડ ગેમીંગ ઇન્વેસ્ટમેન્ટ્સ’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન ‘ઇન્ફલુએન્સર્સ’વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે કી–નોટ સ્પીકર અર્જુન વૈદ્ય ‘હાઉ ટુ લેવરેજ ડીટુસી બ્રાન્ડ’વિશે સંબોધન કરશે. સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩ દરમ્યાન વિવિધ યુનિકોર્ન દ્વારા સ્ટાર્ટ–અપ કરનારા તેમજ સ્ટાર્ટ–અપ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો, એન્જલ ઇન્વેસ્ટરો તેમજ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.
સુરતના 20 સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે ટેક્ષ હોલિડે, 50 કરોડ જેટલો ટેક્ષ બચી ગયો
સુરતના જાણિતા સી.એ. મેહૂલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના કેટલાક યુનિક સ્ટાર્ટઅપને કેન્દ્ર સરકાર તરફથી રૂ.100 કરોડના ટર્ન ઓવર સુધી ત્રણ વર્ષ માટે બિલકુલ ઝીરો ટેક્સ એક પ્રકારનો ટેક્સ હોલિડે આપે છે. ત્રણ વર્ષ દરમિયાન સ્ટાર્ટ દ્વારા રૂ.100 કરોડ સુધીનું ટર્ન ઓવર કરવામાં આવે તો કોઇપણ પ્રકારનો ટેક્સ ભરપાઇ કરવાનો થતો નથી. આ પ્રકારનો ટેક્સ હોલિડે અત્યાર સુધીમાં 2200 જેટલા સ્ટાર્ટ અપને આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ સુરતના 20 સ્ટાર્ટ અપને આ પ્રકારનો ત્રણ વર્ષને ટેક્સ હોલિડે કેન્દ્ર સરકારે આપ્યો છે. જ્યારે આ સ્ટાર્ટ અપનું સિલેક્શન 3 વર્ષની ટેક્સ મુક્તિ માટે કરવામાં આવ્યું ત્યારે એ સ્ટાર્ટ અપનું ગયા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું બાકી હતું. જેથી સુરતના 20 સ્ટાર્ટઅપનો કમસેકમ રૂ.50 કરોડનો ટેક્સ બચી ગયો હતો. આ પ્રકારે ત્રણ વર્ષે રૂ.150થી 200 કરોડનો ટેક્સ સ્ટાર્ટઅપનો બચી જાય છે. કેન્દ્ર સરકાર યંગસ્ટર્સને આ પ્રકારે પણ પ્રોત્સાહન આપી રહી છે.
સુરત ડાયમંડ બુર્સના સ્વરૂપમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર આજ તા.22 ઓક્ટોબરથી બરાબર એક મહિના પછી તા.21મી નવેમ્બર 2023ના રોજ ધમધમતું થઇ જશે. વિશ્વમાં હીરા કટ એન્ડ પોલિશની સૌથી મોટી ફેક્ટરી ધરાવતા કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલ કે જેઓ અત્યાર પર્યત મહારાષ્ટ્ર, મુંબઇમાં કારોબાર ચલાવી રહ્યા હતા, તેઓ પોતે જ સુરત હીરા બુર્સના સ્થાપક ચેરમેન છે અને તેમણે જોયેલું સપનું સુરત ડાયમંડ બુર્સ પૂર્ણ થતાં સૌથી પહેલા તેઓ મુંબઇથી પોતાનો તમામ કારોબાર સ્વીચ ઓફ કરીને સુરત શીફ્ટ થઇ રહ્યા છે. કિરણ જેમ્સે પોતાના હીરા કારોબારનું હેડક્વાર્ટર સુરત બનાવતા તેમની પાછળ મુંબઇથી હજારો હીરા કારોબારીઓ સુરત ભણી રવાના થયા છે અને આ દિવાળી પર મુંબઇથી હજારો પરિવારો સુરત શીફટ્ થઇ જશે.
સુરત ડાયમંડ બુર્સ ખાતે આગામી મંગળવાર દશેરાના પર્વે 1 હજાર જેટલી ઓફિસોમાં કુંભ ઘડો મૂકાવાની સાથે જ તા.21મી નવેમ્બરથી હીરા બુર્સ ધમધમતું થઇ જાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે. હીરા બુર્સ અંગેની માહિતી આપવા માટે આજે સુરત હીરા બુર્સ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ
સુરતના હીરા ઉદ્યોગના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સના શુભારંભનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મંગળવારે વિજયાદશમી પર્વે 1 હજારથી વધુ હીરાની ઓફિસોમાં કુમારીકાઓના હસ્તે કુંભ સ્થાપન કરવામાં આવશે અને એ સાથે જ હીરા ઉદ્યોગના ઉદઘાટન માટેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઇ જશે.
કિરણ જેમ્સના વલ્લભભાઇની પડખે હજારો લોકો સુરત શીફ્ટ થઇ રહ્યા છે
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ એવું નામ છે કે જેની પાછળ બે પાંચ નહીં પણ હીરા ઝવેરાત ઉદ્યોગ પર નભતા હજારો પરિવારો મુંબઇથી સુરત શીફ્ટ થઇ રહ્યા છે. અત્યાર સુધી ઘણાં લોકો આ વાતને ગોબેલ્સ પ્રચાર ગણાવતા હતા પરંતુ, જ્યારથી સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ નક્કી થઇ ચૂકી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સુરત આવવાની સંમતિ આપી દીધા પછી અપપ્રચાર કરનારા લોકોના દાંત ખાટા થઇ ગયા છે. કિરણ જેમ્સના જ 1200થી વધુ કર્મચારીઓ કાયમ માટે સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેમના માટે મગદલ્લા સચીન હાઇવે પર સોનારી ખાતે આખી ટાઉનશીપ બનીને તૈયાર થઇ ચૂકી છે, કર્મચારીઓ આ દિવાળીએ મુંબઇથી સુરત શીફ્ટ થઇ જશે. તેમની સાથે જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક નાના મોટા વેપારીઓ, દલાલો, ઝવેરીઓ પણ સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેઓ પણ હીરા બુર્સના ઉદઘાટન પહેલા પરિવાર સાથે સુરત આવી જશે.
મંગળવાર દશેરાએ સુરત હીરા બુર્સમાં 1000 ઓફિસોમાં કુંભ સ્થાપન સાથે ઉદઘાટનની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે
સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિપ્રાપ્ત સુરતના ખજોદ ખાતે રૂ.3600 કરોડના જંગી ખર્ચે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન આગામી તા.24મી ઓક્ટોબર મંગળવારના દશેરાના પર્વથી શરૂ થઇ જશે.સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ, એસડીબી કો.ઓ. સોસાયટીના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, એસડીબી મિડીયા કમિટીના દિનેશભાઇ નાવડીયા, નિલેશ બોડકી અને સી.ઇ.ઓ. મહેશ ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આગામી મંગળવારે વિજયા દશમી પર્વ સુરત ડાયમંડ બુર્સ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું તે આખરે સત પ્રતિશત સાકાર થવા જઈ રહ્યું છે. વિજયાદશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે. એ પૂર્વે સંસ્થામાં નાનકડી કળશયાત્રા પણ કાઢવામાં આવશે.તદુપરાંત તા.21મી નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ પોતાની ઓસિનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બુર્સના અન્ય ઓફિસ પાકો પણ પોતાની ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુસ ઉદધાટન કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહની વિગતો હવે પછી વિધિવત રીતે જણાવવામાં આવશે.
આગામી તા.21મી ઓક્ટોબરને શનિવારના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 83 વર્ષ પૂર્ણ કરીને 84માં વર્ષમાં પ્રવેશ કરશે. આ પ્રસંગે ભારતમાં સૌપ્રથમ વખત ચેમ્બર ટુ ચેમ્બર કોન્ફરન્સ યોજવાના ભાગરૂપે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે દેશના 84 ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિઓને સુરત આવવા માટે ખાસ નિમંત્રણ આપ્યા છે. શનિવારે જ ચેમ્બર ઓફ કોમર્સના મિશન 84 અન્વયે એક્ષ્પોર્ટ વધારવા માટે તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મના ફર્સ્ટ ફેઝનું લોચિંગ પણ કરવામાં આવશે.
સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વર્ષગાંઠે યોજાયેલા આખો દિવસના ભરચક કાર્યક્રમોની વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, વાઇસ પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, સંજય પંજાબીએ જણાવ્યું હતું કે આગામી શનિવાર તા.ર૧મી ઓકટોબરે SGCCIના ૮૪મા સ્થાપના દિને ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજના હસ્તે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ કરવામાં આવશે. સમારોહમાં ઉપસ્થિત ઉદ્યોગકારો હજારો કરોડનું એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વ્યાપારિક દૃષ્ટિએ ૧૬મી અને ૧૭મી સદીમાં સુરત આખા વિશ્વમાં ઘણું જાણીતું થઇ ગયું હતું. કારણ કે તે સમયે વેપારીઓ દરિયાઇ માર્ગે સુરતમાં વ્યાપાર કરવા માટે આવતા હતા. ૧૭મી સદીમાં જર્મન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, બ્રિટીશ વગેરે વેપારીઓ સુરત આવ્યા હતા. તે સમયે અમેરિકન વેપારીઓને કોટન જોઇતું હતું, જે સુરત તેઓને પૂરુ પાડતું હતું. સુરતમાં તે સમયે કોટન ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ હતી. એટલે સુરતથી તેઓને કોટન એક્ષ્પોર્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ સુરત ખાતે એમ્બ્રોઇડરી, જરી અને જરદોશી વર્ક થવા લાગ્યું હતું. સુરત ખાતે પારસી સ્ટાઇલમાં જરદોશી થતું હતું.
૧૬મી સદીમાં સુરતમાં ર લાખ લોકો વસવાટ કરતા હતા અને સુરતના ઘણા ઉદ્યોગ સાહસિકો અન્ય દેશોમાં જઇને વ્યાપાર કરતા હતા. સુરત તે સમયે આગ્રા, બુરહાનપુર, અમદાવાદની સાથે કનેકટેડ હતું. જ્યારે ઔરંગાબાદ અને હૈદરાબાદ થકી મછલીપટ્ટનમ સાથે જોડાયેલું હતું. આ રૂટથી મટિરિયલ્સ સુરત આવતું હતું અને સુરતમાં પ્રોડકટ બનતી હતી અને અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ થતી હતી. સુરત, બીજા પાસેથી મટિરિયલ ખરીદીને કપડું બનાવતું હતું અને ત્યારબાદ સુરતથી એક્ષ્પોર્ટ કરતું હતું. સુરતના બંદરે તે સમયે વર્ષે ૧૬૦૦થી ૧૭૧૦ જેટલા શીપ ચાલતા હતા. ૧૭મી સદીમાં સુરત એ ટ્રેડ સેન્ટર બની ગયું હતું અને જાપાન તથા અન્ય દેશો સાથે કનેકટેડ હતું.
સુરતના ઇતિહાસ પર એક નજર કરીએ તો સુરતના માધ્યમથી ગુજરાત અને ભારત સાથે વિશ્વના ૮૪ દેશો/બંદરોના વેપારીઓ ૧૬મી અને ૧૭મી સદીમાં વ્યાપાર કરતા હતા. તે સમયે ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ જુદા–જુદા પ્રકારના ફેબ્રિકસ અને મરી મસાલા સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. હવે તો ઘણી ટેકનોલોજી આવી ગઇ છે. સુરતના બંદરે, ૮૪ જેટલા દેશો/બંદરોના વાવટા ફરકતા હતા અને આખા ભારતમાં, સુરતમાં જ એક એવો તાલુકો છે કે જેનું નામ આંકડા પરથી પડયું છે અને એ ચોર્યાસી તાલુકા તરીકે ઓળખાય છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, સુરતનો નાતો ૮૪ નંબરથી રહયો છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ ૮૪મો સ્થાપના દિવસ છે. આ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ ૮૪માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, આથી ચેમ્બર ઓફ કોમર્સ, ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેનું લોન્ચીંગ ર૧મી ઓકટોબરે ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે કરાશે.
આ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં તેઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને જુદા–જુદા દેશોની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવામાં આવશે. એવી જ રીતે ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તથા વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ૮૪ જેટલા એમ્બેસેડરોને ઓનબોર્ડ કરવામાં આવશે.
મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ દેશોના કોન્સુલ જનરલોએ તથા તેઓના પ્રતિનિધિ મંડળોએ મુલાકાત લીધી હતી. એવી જ રીતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી સ્થિત તથા મુંબઇ સ્થિત વિવિધ દેશોના કોન્સુલ જનરલો સાથે મુલાકાત કરી તેઓની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને તેઓને એમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. આ તમામ કોન્સુલ જનરલોએ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી દ્વિપક્ષીય વ્યાપારને વધારવા માટે સાથે મળીને પ્રયાસ કરીશું તેમ જણાવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક સંગઠનો જેવા કે FICCI, ASSOCHAM અને CII વિગેરે સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી અને તેઓએ પણ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી છે. આ બધાની સાથે મળીને માર્કેટ રિસર્ચ અને પ્રોડકટ રિસર્ચ કરીને વ્યાપારને વધારવાનો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અન્ય દેશોમાંથી આયાત થતા પ્રોડકટનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું છે અને અન્ય દેશોમાં તેનું એક્ષ્પોર્ટ પણ કરવાનું છે. આ મિશનને લઇને ચેમ્બર ઓફ કોમર્સ આગળ વધી રહયું છે અને તે માટે સુરત અને સમગ્ર ભારતના ઇતિહાસને જાણી તેના અદ્ભુત વારસાને આગળ વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.
ર૧મી ઓકટોબરે દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે તથા વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન પ્રદાન કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે
ર૧મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ૮૪મા સ્થાપના દિવસે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણના ભાગ રૂપે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત આખા દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. શનિવાર, તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ પ્લેટિનમ હોલ, SIECC, સરસાણા, સુરત ખાતે સવારે ૧૦:૦૦ કલાકે C TO C એટલે કે ‘ચેમ્બર ટુ ચેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે અને એકબીજાને વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન – પ્રદાન કરશે. ત્યારબાદ બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન C TO M એટલે કે ‘ચેમ્બર ટુ મેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવામાં આવશે.
કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે
ર૧મી ઓકટોબરે સાંજે ૪:૩૦ કલાકે ભારતના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજી સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાશે. જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ વગેરે અન્ય ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાનો સ્વયંભૂ સંકલ્પ લેશે. અત્રે નોંધનીય છે કે, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં, કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લીધો હતો. એવી રીતે કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.