CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 24 of 38 - CIA Live

June 28, 2019
bribe.jpg
1min4460

નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને માંડવેથી પાછો વાળનાર આદિવાસી મહિલાનું એણે દાખવેલી બહાદુર બદલ સંબલપુર જિલ્લા પ્રશાસને બહુમાન કર્યું હતું. મે 2019માં આ ઘટના નોંધાઇ હતી.

sambalpur brave groom માટે છબી પરિણામ

મમતા ભોઇ નામની 20 વર્ષની યુવતીએ નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને પરણવાનો નનૈયો ભણ્યા બાદ વરરાજા અને એના કુટુંબીઓને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. ગોવર્ધન બદામી ગામની રહેવાસી મમતાએ આ પ્રસંગે ભેગાં થયેલા લોકોને જણાવ્યું હતું કે પરણવાની ના પાડયા બાદ પોતે અનેક યુવતીઓ માટે પ્રોત્સાહનનું કારણ બનશે એવી તો એને કલ્પના પણ નહોતી.

લગ્નની ઘટના યાદ કરતા મમતાએ જણાવ્યું હતું કે જ્યારે મેં મંડપમાં વરરાજાને નશાની હાલતમાં જોયો ત્યારે તરત જ મેં એને ન પરણવાનો નિર્ણય લીધો હતો. એણે એટલો તો નશો લીધો હતો કે એ ઊભો પણ રહી શકતો નહોતો. મેં વિચાયું કે હું આવી વ્યક્તિની સાથે જીવન પસાર ન કરી શકું. મને નથી લાગતું કે મેં કશું ખોટું કર્યું છે.

મમતાની માસીએ જણાવ્યું હતું કે મમતાના નિર્ણયથી એના ગરીબ કુટુંબને આશ્ર્ચર્ય થયું હતું, પણ એમણે એને સાથ આપ્યો હતો. હવે મમતાના લગ્ન વ્રજરાજનગરની વ્યક્તિ સાથે નક્કી કરાયા છે.

સંબલપુરના એસપી સંજીવ અરોરાએ જણાવ્યું હતું કે દારૂડિયાને ન પરણવાનો નિર્ણય લઇને મમતાએ બધી ક્ધયાઓને એવો સંદેશ આપ્યો હતો કે એમણે પોતાના જીવનસાથીને પસંદ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઇએ. દારૂડિયા વ્યક્તિને પરણ્યા બાદ એમનું જીવન ઝેર બની જશે.

સંબલપુરના કલેક્ટર શુભમ સક્સેનાની હાજરીમાં મમતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મમતાને શાલ, પ્રશંસાપત્ર અને રૂ. 10,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

June 27, 2019
dron.jpg
1min9840

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.

June 25, 2019
mobile_driving.jpg
1min2960

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવેથી ચેતી જજો. હાલ મહેસાણામાં એક એવી ઘટના સામે આવી હતી જેને સાંભળીને નવાઇ લાગશે. મહેસાણામાં બે વ્યક્તિઓ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોવાથી તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા હતા. આ સાથે 30 લોકોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તે લોકો યોગ્ય ખુલાસો ન કરે તો કાયમી ધોરણે તેમનું લાયસન્સ રદ કરાશે.

driving and mobile phone માટે છબી પરિણામ

મહેસાણા આરટીઓ દ્વારા કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. અકસ્માતમાં 14 લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા તેમને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. હવેથી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે તંત્રનો લોખંડી પ્રહાર સહન કરવા તૈયાર રહેવું પડશે. જેના ભાગરૂપે મહેસાણામાં બે લોકો ચાલુ વાહને ફોન પર વાત કરતા તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયા હતા અને સાથે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ યોગ્ય ખુલાસો કરે તો જ નવા લાયસન્સ બનશે.

મહેસાણા આરટીઓએ 30 લોકોને લાયસન્સ રદ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ હતી. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો લાઇસન્સ આજીવન રદ કરી દેવા પણ તંત્રએ તૈયારીઓ બતાવી હતી.

June 25, 2019
vidaadhar.jpg
1min10780

બૅંક ખાતા ખોલવા અને મોબાઈ ફોન કનેકશન મેળવવા ઓળખના પુરાવા તરીકે ‘આધાર’નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપતું વિધેયક સોમવારે લોકસભામાં દાખલ કરવામાં આવ્યું હતું. સૂચિત વિધેયક પછી આધાર એકટ 2016માં બદલાવ કરવામાં આવશે અને માર્ચમાં બહાર પાડવામાં આવેલો વટહુકમનું સ્થાન લેશે. ધારાધોરણોનો ભંગ કરવા બદલ કડક પગલાની સૂચિત વિધેયકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂચિત વિધેયકનો આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રેમચંદ્રને દાવો કર્યો હતો કે ખાનગી કંપનીઓ ગુપ્ત ડૅટા મેળવી લેશે અને ગુપ્તતાનો હક સહિતના મૂળભૂત અધિકારોનો ભંગ થશે.

કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આરએસપીના સાંસદની રજૂઆતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આધાર કાયદો રાષ્ટ્રહિતમાં છે અને વ્યક્તિની ગુપ્તતાનો ભંગ કરતો નથી. તેમણે કહ્યું કે, 60 કરોડથી વધુ લોકોએ મોબાઈલ સિમ કાર્ડ આધાર દ્વારા મેળવ્યા છે અને હવે તે ફરજિયાત પણ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુચિત આધાર વિધેયક છે.

વાસ્તવિક આધાર નંબર છુપાવવો હોય તો વૈકલ્પિક ‘વર્ચ્યુઅલ આઇડેન્ટિ નંબર’ પણ ઉપયોગ થઈ શકે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

આધાર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

કોઈ વ્યક્તિની ઓળખનો બિનઅધિકૃત ઉપયોગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડૅટા રિપોઝિટરીમાં રહેલો ડૅટા બિનઅધિકૃત રીતે મેળવવાનો પ્રયત્ન કરનારાને અને ડૅટામાં છેડછાડ કરનારાઓને હાલમાં ત્રણ વર્ષની સજાની રાખવામાં આવી છે તે વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ સૂચિત ખરડામાં રાખવામાં આવી છે.

June 21, 2019
PM-Modi-Yoga-Ranchi.jpg
3min6130

પાંચમા વિશ્વ યોગ દિને પીએમ મોદીએ રાંચીમાં કર્યા યોગાસન

modi

આજે વિશ્વ યોગ દિવસ, 21 જૂને દિવસ ઉગ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાંથી યોગ દિવસની ઉજવણીના જ સમાચારો ટ્રેન્ડમાં જોવા મળ્યા હતા.

વિશ્વને યોગ દિવસની ભેંટ આપનારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ દિનની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાંચીના પ્રભાત તારા મેદાન પર યોજાયેલા યોગાસન કાર્યક્રમમાં એક પાર્ટીસિપેટ તરીકે યોગાસન કરીને વિશ્વને યોગ અંગે ગાઇડન્સ આપ્યું હતું.

ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.

એવી જ રીતે યોગ ગુરુ ગણાતા બાબા રામદેવની વેશભૂષામાં આવેલા તેમ સ્કેટિંગ શૂઝ સાથે યોગ કરનારા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.

યોગને સમર્પણ, શિસ્તની ઉપમા આપતા પીએમે કહ્યું હતું કે તેનું પાલન જીવનભર કરવાનું હોય છે. યોગ ઉંમર, વર્ણ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીર-ગરીબ, પ્રાંત, સરહદના ભેદથી ઉપર છે. યોગ સૌનો છે, અને સૌ યોગના છે. પીએમે કહ્યું હતું કે, આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે, અને આપણે પણ યોગ સાથે જોડાયેલા રિસર્ચ પર ભાર મૂકવો પડશે. તેના માટે જરુરી છે કે આપણે યોગને કોઈ મર્યાદામાં બાંધીને ન રાખીએ. પીએમે યોગના જ્ઞાનને પોતાના ફોનના સોફ્ટવેર તરીકે અપડેટ કરવા પણ લોકોને અપીલ કરી હતી.

પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, આધુનિક યોગની યાત્રા શહેરોથી ગામડાં તરફ લઈ જવાની છે, ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ હિસ્સો બનાવવો છે. કારણકે ગરીબ જ બીમારીને કારણે સૌથી વધુ કષ્ટ પામે છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં ઈલનેસથી બચવાની સાથે-સાથે વેલનેસ પર પણ આપણું ફોકસ હોવું જરુરી છે. આ જ શક્તિ આપણને યોગથી મળે છે. 92 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે

View image on Twitter

June 21, 2019
industrial.jpg
1min6940

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના બન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ઔદ્યોગિક વિકાસને નવું જોમ પૂરું પાડવા અને રોજગારીની નવી તક ઊભી કરવા માટે ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરશે.

તેમણે દેશની મહિલાઓની સમાનતા માટે ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણ દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મોદી સરકાર કાળાં નાણાં સામેની ઝુંબેશ વધુ વેગવાન બનાવશે અને ભ્રષ્ટાચાર રોકવા માટે વધારે અસરકારક નીતિ ઘડી કાઢશે.

રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર દ્રુતગતિ માર્ગ (એક્સ્પ્રેસવે) ઉપરાંત 35,000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરશે.

આ ઉપરાંત, નવા સારા શહેરી માળખાના નિર્માણ દ્વારા રોજગારીની નવી તક ઊભી કરાશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ‘સાગરમાલા પ્રકલ્પ’ હેઠળ કાંઠાના વિસ્તારો અને આસપાસના બંદરોને જોડતા સારી ગુણવત્તાના રસ્તા તૈયાર કરાશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદૂષણને નાથવા માટે ઇલેક્ટ્રૉનિક વાહનોના ઉત્પાદનને વધારવા પ્રોત્સાહન આપશે.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર રેલવે, વાહનવ્યવહાર ઝડપી બનાવવા ઉપરાંત ‘ઊડે દેશ કા આમ નાગરિક’ (ઉડાન) યોજના હેઠળ નાના શહેરોને વિમાનમાર્ગે જોડવાનું કાર્ય ઝડપી બનાવશે. રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ધિરાણ મેળવવાનું વધુ સરળ બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર દેશની સલામતી વ્યવસ્થાને પ્રાધાન્ય આપશે. પાડોશી દેશમાંથી થતી ઘૂસણખોરીને રોકવા વધુ અસરકારક પગલાં ભરાશે. આ ઉપરાંત, નક્સલવાદને પણ ખતમ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે દાવો કર્યો હતો કે ત્રાસવાદ સામેની લડતમાં વિશ્ર્વના અનેક દેશ હવે ભારતની સાથે છે. મસૂદ અઝહર જેવા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓ, તેઓના સંગઠનો અને સાયબર ગુના સામે પગલાં લેવાઇ રહ્યા છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ‘ટ્રિપલ તલાક’, ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણને નાબૂદ કરીને દેશની મહિલાઓને સમાન અધિકાર અપાવશે.

તેમણે જણાવ્યું હતું કે આ વખતે 78 મહિલા સાંસદ તરીકે ચૂંટાઇ આવી છે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા આ વખતે સૌથી વધુ છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને કારણે સ્ત્રીભ્રૂણ-હત્યામાં ઘણો ઘટાડો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર ‘રાષ્ટ્રીય આજીવિકા અભિયાન’ હેઠળની ‘દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા યોજના’માં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારની તક પૂરી પાડે છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાંની ત્રણ કરોડ મહિલાને રૂપિયા બે લાખ કરોડથી વધુનું કરજ અપાયું હતું. તેમણે સાંસદોને દેશના સામાન્ય નાગરિકોને પ્રેરણા મળે એ રીતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતને પોતાના નાગરિકો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડ સહિતના 146 દેશમાં જમા કરાવાયેલા કાળાંને લગતી માહિતી મળી રહી છે. કોવિંદે જણાવ્યું હતું કે લોકપાલની નિમણૂક કરીને વહીવટી કામમાં પારદર્શકતા વધારાશે.

આ ઉપરાંત, સરકારી કામકાજમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ વધારવામાં આવશે. તેમણે મોદી સરકાર વતી દાવો કર્યો હતો કે દેશની જનતાએ 2014માં શરૂ થયેલા રાષ્ટ્રના ઝડપી વિકાસને વેગ આપવા માટે સરકારને ભવ્ય બહુમતીથી સત્તા પર બેસાડી છે.

June 21, 2019
qs.jpg
1min11230

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં વૈશ્ર્વિક 200 ટોચની ઈન્સ્ટિટ્યૂટમાં આઇઆઇટી-બૉમ્બે સહિત આઇઆઇટી-દિલ્હી અને આઇઆઇએસસી-બૅંગલુરુનો સમાવેશ થાય છે. આ સિવાય આ યાદીમાં આઇઆઇટી-બૉમ્બેએ દસ સ્થાન આગળ વધી 152 રૅન્ક મેળવી છે. આ રીતે ગ્લોબલ રૅન્કિંગમાં આઇઆઇટી-બૉમ્બેએ દેશની સૌથી ટોચની ઈન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોથી ફેક્લ્ટી-સ્ટુડન્ટ રૅશિયો અને પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશનમાં સંસ્થાએ સારો સ્કોર કર્યો છે. સંસ્થાની પ્રતિ ફેકલ્ટી સાઇટેશન વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ છે અને તેના દ્વારા કરાયેલા સંશોધનો ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ લાવવામાં આવે છે.

તાજેતરની રૅન્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટે રેટિંગ ફોર એકેડેમિકમાં 54.5 પોઇન્ટ અને ઍમ્પ્લોયર્સ રૅપ્યુટેશનમાં 71.2 પોઇન્ટ મેળવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્વૉલિટી રિસર્ચ પર વધુ ધ્યાન આપવાને કારણે સંસ્થા રૅન્કિંગમાં સતત આગળ વધી રહી છે. તેમ છતાં અમે વધુ સારું કરવા ઇચ્છીએ છીએ.

આઇઆઇએસસીને પાછળ છોડી દેતા આઇઆઇટી-દિલ્હી દેશની બીજી ક્રમાંકની શ્રેષ્ઠ સંસ્થા બની ગઇ છે. તેમ છતાં ઑવરઓલ રૅન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું ફેકલ્ટી/સ્ટુડન્ટ રૅશિયો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રૅશિયો ઘટતો જોવા મળ્યો હતો.

ક્યુએસ દ્વારા યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સની પ્રતિષ્ઠા તેના એડેકેમિક અને એમ્પ્લોયર રૅપ્યુટેશન, ફેકલ્ટી સ્ટુડન્ટ રૅશિયો, પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશન અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના આધારે આંકવામાં આવે છે.

June 15, 2019
mbbs.jpg
1min2940

ગુજરાતમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી છે. ડોમિસાઈલમાં ગુજરાત ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિ.ની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમિસાઈલ સર્ટિફિકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે. આમ દસ હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમિસાઇલ સર્ટી આપવું પડશે. દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રિઝર્વ કરવામાં આવ્યો છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થશે. આરોગ્ય કમિશનરના વડપણ હેઠળની કમિટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને મેરિટના આધારે પ્રવેશ મળશે. 4650 બેઠક ઉપર મેડિકલમાં પ્રવેશ અપાશે. તથા ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક સાથે 50 ટકા મેળવ્યા હશે. તેવા વિદ્યાર્થીઓ પણ નીટની ટકાવારીને આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

June 14, 2019
pension-1280x720.jpg
1min14090

પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.

June 14, 2019
ISRO.jpg
1min3940

ભારત પાસે પોતાનું ઍર સ્પેસ સ્ટેશન અવકાશમાં સ્થાપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત ઇસરોના પ્રમુખ કે સિવાને જાહેર કરી હતી.

એમના કહેવા પ્રમાણે આ રીતે ભારત વધુ માનવોને અવકાશમાં મોકલી શકશે. આ વિશે એમણે આપેલી રસપ્રદ માહિતીમાં જણાવ્યું હતું કે અમે ગગનયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. લાંબા ગાળાની યોજના પ્રમાણે અમે ભારતનું અલાયદુ ઍર સ્પેસ સ્ટેશન બનાવીશું. ભારત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે નહીં જોડાય.

અમે ચન્દ્ર અને ધૂમકેતુ પર માનવ મોકલવાના આંતરરાષ્ટ્રીય મિશનમાં સહભાગી થઇશું. સ્પેસ પ્રોગ્રામ માટે અમારી પાસે સ્પષ્ટ યોજના છે. આપણું સ્પેસ સ્ટેશન ઘણું નાનું હશે. અમે નાનકડું મોડ્યુલ મોકલીશું અને એનો ઉપયોગ માઇક્રોગ્રેવિટી પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. આપણા સ્પેસ સ્ટેશનનું વજન વીસ ટન જેટલું હશે.

જોકે, એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે સ્પેસ સ્ટેશન બનાવીને તેઓ સ્પેસ પર્યટન શરૂ કરવા નથી માગતા. ગગનયાન મિશન બાદ 2022 સુધીમાં તેઓ સરકારને મંજૂરી માટે અરજી મોકલશે તથા આ યોજના પૂર્ણ થતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે.