CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 23 of 38 - CIA Live

July 25, 2019
plastic_bag_ban-1280x853.jpg
1min3510
Plastic Bags Ban in India

સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું કે ૧૮ રાજ્યોએ પ્લાસ્ટિક કેરી બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. અન્ય પાંચ રાજ્યોએ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળે આંશિક પ્રતિબંધ લાગુ કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ માટેનો એકશન પ્લાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપરત કર્યો છે, એમ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું. 

પાંચ રાજ્યો આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરલ અને પશ્ર્ચિમ બંગાળમાં પ્લાસ્ટિક કેરી બેગ પર આંશિક પ્રતિબંધ છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે આસામ, બિહાર, ગોવા, મણીપુર, મેઘાલય, પુડુચેરી અને તેલંગણાએ પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂક્યો નથી. ઓડિશાએ કોઈ વિગત મોકલી નથી. 

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ – ૨૦૧૬ના અમલીકરણ વિશેનો અહેવાલ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સુપરત કરવા ટ્રીબ્યૂનલે બોર્ડને કહ્યું છે. ૧૬ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશે પ્રતિબંધનો ભંગ કરનાર સામે પગલાં લીધાં છે. દસ રાજ્યોમાં કોઈ ભંગ થયો નથી. સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે કડક નિગરાની રાખવા ટ્રીબ્યૂનલે જણાવ્યું છે.

July 17, 2019
airindia-1.jpg
1min3180

ઍર ઇન્ડિયા વિશ્ર્વ પર્યટન દિવસની ઉજવણીરૂપે 27મી સપ્ટેમ્બરથી દિલ્હીથી ટોરન્ટો સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે.

ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકામાં પ્રચૂર શક્યતાઓને ધ્યાનમાં લઇને તેઓ ઑક્ટોબરથી નૈરોબી, કેન્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે.

ઍર ઇન્ડિયાને માથે અંદાજે રૂ. 60,000 કરોડનું દેવું છે અને એના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી હોવા છતાં લોહાનીનો જુસ્સો પ્રબળ છે અને તેઓ ઑપરેટિંગ કોસ્ટ શક્ય એટલી ઘટાડીને કંપનીનો નફો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.

લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ઑક્ટોબરમાં ભોપાલ-બૅંગલોર ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.

આ સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇંદોરથી દુબઇની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી ઍર ઇન્ડિયા 162 બેઠકવાળુ એ320 વિમાન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે તથા દુબઇથી મંગળવાર, શુક્રવાર અને રવિવારે ઇંદોર આવશે.

આ સિવાય, 10મી ઑક્ટોબરથી કોલકતા, હૈદરાબાદ, કુન્નુર અને કોચીથી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.

July 15, 2019
djokovic-1280x720.jpg
1min3910

વિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો

કુલ પાંચમી વખત જીત્યો આ ટાઇટલ, કુલ ૧૬ ગ્રૅન્ડ સ્લૅમ સાથે નડાલની કરી બરોબરી

વિમ્બલ્ડનની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સર્બિયાના નોવાક જૉકોવિચે સ્વીડનના રૉજર ફેડરરને ૭-૬, ૧-૬, ૭-૬, ૪-૬, ૧૩-૧૨થી હરાવ્યો હતો. આ સાથે જ તેણે પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતીને કુલ ૧૬ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના રાફેલ નડાલના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ મૅચ લાંબા સમય સુધી ચાલી હતી. પાંચ વખત વિમ્બલ્ડન જીતનારો તે ચોથો પુરુષ ખેલાડી બન્યો હતો. આ મૅચ વિમ્બલ્ડનના ઇતિહાસની સૌથી લાંબી ફાઇનલ મૅચ હતી, જે અંદાજે પાંચ કલાક ચાલી હતી.

wimbledon winner 2019 માટે છબી પરિણામ

 

July 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12130

જયેશ બ્રહ્મભટ્ટ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં દિનેશ નાવડીયાની ઉમેદવારીના મૂળમાં જે મુદ્દો હતો કે હીરા ઉદ્યોગકારને પ્રતિનિધિત્વ મળવું જોઇએ, એ ખરેખર ખરેખર સાર્થક થયાની અનુભૂતિ તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા ડાયમંડ ઉદ્યોગકારો માટેના ગાઇડન્સ પ્રોગ્રામમાંથી થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર જે રીતે હીરા ઉદ્યોગકારોને માર્ગદર્શન મળ્યું એવા કાર્યક્રમોની આવશ્યકતા રહેલી છે

સુરતનું અર્થતંત્ર જેના પર સૌથી વધુ આધારિત છે, જે ઉધોગ પર શહેરના લાખો પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે એ હીરા ઉધોગ હાલમાં મંદી અને નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાના નાતે સ્વાભાવિક છે કે દિનેશ નાવડીયા સતત પ્રયાસો કરતા રહે છે કે ડાયમંડ ઉદ્યોગકારો પછી એ નાના હોય કે મોટા તમામ આ મંદીના સમયમાંથી હેમખેમ બહાર નીકળી જાય.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પાયાના હેતુઓમાં એક હેતુ એ છે કે દક્ષિણ ગુજરાતના વેપાર, ધંધા-રોજગાર, ઉદ્યોગના વેલ્ફેર માટે સક્રીય રહીને કાર્યક્રમો કરવા. બસ આ મૂળભૂત હેતુને આગળ ધપાવતા વર્તમાન ચેમ્બર પ્રમુખ કેતનભાઇ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ શહેરના હીરા ઉદ્યોગકારો માટે ગાઇડન્સ કાર્યક્રમ રાખીને ચેમ્બરના બેઝિક્સને વળગી રહીને કાર્યક્રમો આપવાનો સંકેત આપી દીધો છે.

તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગકારો માટે યોજવામાં આવેલો ગાઇડન્સ કાર્યક્રમ ખરેખર સમયસરનો અને સચોટ રહ્યો હતો. હીરા ઉધોગપતિ શ્રી સેવંતીભાઇ શાહ અને શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ તેમના ઉદ્યોગજીવન દરમિયાન જોયેલી તડકી-છાંયડીનો નિચોડ ઠાવલતા જે માર્ગદર્શન આપ્યું એ શહેરના અનેક નાના હીરા ઉદ્યોગકારો માટે રાહ ચિંધનાનું બની રહેશે એમાં બે મત નથી. આ શક્ય એટલે જ બની શક્યું કેમકે ચેમ્બરના વહીવટમાં હીરા ઉદ્યોગના દિનેશ નાવડીયાની એન્ટ્રી થઇ અને તેમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની લિડરશીપ મળી.

કાર્યક્રમ પૂરો થયા બાદ અનેક ઉદ્યોગકારોએ સી.આઇ.એ લાઇવ ને જણાવ્યું કે ખરેખર આવા કાર્યક્રમો ચેમ્બર ઓફ કોમર્સે યોજવા જોઇએ.

અત્યાર સુધી એવું જણાયું હતું કે હીરા ઉધોગ માટે કેટલાક સ્ટીરીયોટાઇપ કાર્યક્રમો ચેમ્બર જે દર વર્ષે યોજે છે એ યોજીને કામ પૂરું, પણ જેની જરૂરીયાત છે એ શોધી કાઢીને ઉદ્યોગકારોને મદદરૂપ થવાનો આ અભિગમ ખરેખર બિરદાવવા લાયક રહ્યો છે.

July 10, 2019
fastag.png
1min10830
દેશભરના તમામ રાજ્યોમાંથી પસાર થતા તમામે તમામ નેશનલ હાઇ-વેઝ પર સ્થાપિત ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેન્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને રોકડથી વ્યવહાર કરતી ટોલ ટેક્સની લેનમાં ઘટાડો કરાશે. જે વાહનો ફાસ્ટેગ વગરના હોય તેમના માટે અલગથી ટોલ ચાર્જ પર પણ વાહનવ્યવહાર મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. આવું કરવા પાછળ અનેક હેતુઓ રહેલા છે, કેશલેશ થવા સાથે ટોલ પ્લાઝા પર બિનજરૂરી સમયનો થઇ રહેલો બગાડ પણ કારણભૂત છે.
હાલ દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલ પ્રતિ ટોલ પ્લાઝમાં બે અલાયદી ફાસ્ટેગ એક્સપ્રેસ લેન છે. તેમજ વધુને વધુ લોકો આ રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરે અને ટોલ પ્લાઝા પર રોકડની લેવડદેવડ ઓછી થાય તે માટે ફાસ્ટેગ ધરાવાતા વાહનો માટે અલગ અને રોકડ ટોલ ટેક્સ ચુકવતા વાહનો માટે અલગ એમ બે પ્રકારને ટોલ ટેક્સની નીતિ લાવી શકે છે. મંત્રાલય આ રીતે તમામ નેશનલ હાઈવેને ‘લેસ કેશ’ બનાવવા માગે છે.
અધિકારીઓનું કહેવું છે કે ‘નવા પગલા એ બાબતને ધ્યાને રાખીને લેવામાં આવ્યા છે કે હાલ ટોલ પ્લાઝા પર થતા કુલ વ્યવહારમાં 20 ટકા વ્યવહાર જ ફાસ્ટેગ દ્વારા થાય છે. જેથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા દૂર થતી નથી. તેમજ ટોલ ઓપરેટર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર નથી કેમ કે આમ કરવાથી તમામ ટેક્સ રેવન્યુનો પાક્કો હિસાબ રહે છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હાઈવે મિનિસ્ટ્રીને પણ અલગ અલગ ટોલ ટેક્સ પર આ ફાસ્ટેગની સિસ્ટમ કાર્યરત કરવા માટે ઘણા પ્રયાસ કરવા પડશે’

 

July 10, 2019
generics_brands_abandonment_1-1280x693.png
1min4670

જેનેરિક દવાઓના વેચાણથી સામાન્ય નાગરિકોને રૂ. 2000 કરોડનો લાભ થયો હોવાની માહિતી સરકારે લોકસભાને આપી હતી.

શૂન્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઑથોરિટી (એનપીપીએ)એ નક્કી કરેલા ભાવે જ બધા દવા ઉત્પાદકોએ દવાઓ વેચવી પડશે, પછી એ બ્રાન્ડેડ હોય કે જેનેરિક હોય. દવાઓ પર લોકલ ટેક્સ પણ આપવાનો રહેશે.

આ પ્રસંગે એમણે 1000થી વધુ દવાઓના ભાવ નક્કી કરવા અને હૃદયરોગના દર્દીઓ માટે સારવારના દર ઘટાડવા સહિત સરકારે લીધેલા પગલાં વિશે લોકસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના હેઠળ વેચાતી જેનેરિક દવાઓ ટોપ ત્રણ બ્રાન્ડની દવાઓની સરખામણીએ સરેરાશ 50-90 ટકા ઓછા ભાવે વેચાય છે.

એમણે સાંસદોને જનઔષધી માટેની વધુ દુકાનો ખૂલે એ માટે પ્રોત્સાહન આપવાની વિનંતી કરી હતી.

પાછલા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 5028 કેન્દ્ર શરૂ કરાયા હતા.

આ યોજના હેઠળ 900 દવા અને 154 સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે, એમાંથી જનઔષધી કેન્દ્રોમાં 714 દવા અને 53 સર્જિકલ સાધનો વેચાય છે.

July 6, 2019
sarita_gayakwad.jpg
1min3970

દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લામાંથી વૈશ્વિક સ્તરની એથ્લિટ બનેલી યુવતિ, સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ દોડ માત્ર 54.21 સેકન્ડમાં જ પૂર્ણ કરી હતી.

સરીતા ગાયકવાડ ડાંગના નાના અમથા કરાંડીઆંબા ગામમાં જન્મીને ત્યાં જ ઉછરી છે. એથ્લેટિક્સ ખાસ કરીને દોડવામાં તેની પારંગતતાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોએ તેને ડાંગ એક્સપ્રેસનું બિરુદ આપ્યું છે.

સરીતા ગાયકવાડ એ 2018માં એશિયન ગેમ્સમાં 4X400ની રીલે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાંગના એવા ગામ જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ત્યાંથી સરિતા ગાયકવાડ એ પોતાની સફરની શરૂઆત કરી હતી.

સરિતના ગામમાં વાહન વ્યવહાર પણ નથી. ગામથી ચાર થી પાંચ કિમી દૂર ચાલીએ ત્યારે બસ મળે છે. મોબાઈલ ફોનના ટાવર મેળવવા માટે નજીકના પહાડ પર જવું પડે છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેના માટે આ સફર કેટલી કઠિન રહી હશે. પરંતુ આ તમામ અડચણોને પાર કરીને સરિતા દેશને ગૌરવ અપાવી રહી છે. સરિતાના માતા પિતાએ તેની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમના પિતા ખેત મજૂર તરીકે કામ કરે છે. અને તેઓ દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે.

સરિતના કોચએ કહ્યું હતું કે, સરિતાએ શૂઝ વગર દોડ લગાવી છે. અને જીતી પણ છે. તેને પહેલા શૂઝ સાથે દોડવું ફાવતું જ નહોતું. પરંતુ બાદમાં તેણે શૂઝ સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને તેને સફળતા મળતી ગઈ. નડિયાદમાં તાલિમ લીધા બાદ તેને પટિયાલામાં નેશનલ કેમ્પમાં જવા મળ્યું અને બાદમાં તેણે જે સિદ્ધીઓ મેળવી તે ખરેખર બિરદાવવા લાયક છે. અત્યાર સુધી તેણે અનેક મેડલ્સ જીત્યા છે. અને હવે તેના ખાતામાં વધુ એક મેડલ મેળવ્યો છે. અને તેની આ દોડ યથાવત રહેશે.

July 5, 2019
grameen_bank.jpg
1min3340

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સ તરીકેની સીધી ભરતીની પરીક્ષાઓ હિંદી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષા – ગુજરાતી, આસામી, બંગાળી, ક્ધનડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂમાં પણ લેવાશે.

તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક ભાષા સારી રીતે જાણનારા લોકોને સરકારના આ નિર્ણયને લીધે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં નોકરી મેળવવામાં વધુ સરળતા પડશે. અગાઉ, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોમાં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સમાં સીધી ભરતીની પરીક્ષાઓ માત્ર હિંદી અને અંગ્રેજીમાં જ લેવાતી હતી.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીઆરપી રિજનલ રુરલ બૅન્ક્સ 8 (2019)ની મૅન્સ એક્ઝામિનેશનથી આ નિર્ણયનો અમલ આવશે.

દેશમાં હાલમાં 45 રિજનલ રુરલ બૅન્ક (પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક) છે અને તેના કુલ કર્મચારીઓ અંદાજે 90,000 છે.

July 3, 2019
mount-2.jpg
1min6130

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

June 29, 2019
sebi.png
1min10560

તાજેતરની ક્રેડિટ કટોકટીમાં અનેક ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને ફટકો લાગ્યા બાદ સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત પ્રમોટર્સના શેર પ્લેજિંગ માટે ડિસ્ક્લોઝરના નિયમો ચુસ્ત બનાવવા, ડિફરન્શિયલ વોટિંગ રાઇટ્સ સાથેના શેર ઇશ્યૂ કરવાના નિયમોમાં સરળતા અને ઊંચી રોયલ્ટી પેમેન્ટ માટે શેરહોલ્ડરની મંજૂરી લેવા સહિતના નિયમો સેબીના બોર્ડ દ્વારા લેવાયા હતા.

સેબીએ મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ સ્કીમ્સમાં ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો સરકારી સિક્યોરિટી અને રોકડ જેવી લિક્વિડ એસેટ્સમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. લિક્વિડ સ્કીમ્સના રોકાણકારો સાત દિવસની અંદર એક્ઝિટ કરે તો તેના પર એક્ઝિટ લોડ લાગુ થશે.

સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે તેમના રોકાણના ઓછામાં ઓછા ચાર ગણું સિક્યોરિટી કવર ફરજિયાત કર્યું છે જ્યારે હાલમાં આ નિયમ માત્ર 1.5 ગણાથી 1.7 ગણા કવરનો છે. રેગ્યુલેટરે લિક્વિડ અને ઓવરનાઇટ સ્કીમ્સને શોર્ટ ટર્મ ડિપોઝિટ અને સ્ટ્રક્ચર્ડ ઓબ્લિગેશન્સ હોય તેવી મની માર્કેટ સાધનોમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ માત્ર લિસ્ટેડ એનસીડીમાં રોકાણ કરી શકશે.

સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે, અમે કોઈ સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટને માન્ય રાખતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સ બેન્કો નથી તેથી તેમાં સ્ટેન્ડસ્ટીલ જેવું કંઈ હોતું નથી. તેઓ ધિરાણ કરવાના બદલે રોકાણ કરી રહ્યા છે. ઉદ્યોગમાં વધારે શિસ્ત લાવવા માટે આ કરવામાં આવ્યું છે.