CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 22 of 38 - CIA Live

August 3, 2019
posts.jpg
1min5070

કેન્દ્રમાં મોદી સરકાર 2.0એ ઇન્ડિયન પોસ્ટને સ્મોલ ફાયનાન્સ બેન્કનું લાયસન્સ આપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે પોસ્ટ (ટપાલ) ઓફિસ બેન્કોની જેમ જ લોન પણ આપતી થઇ જશે. આ નિર્ણયને પગલે ગ્રાહકોને નાની લોન મળી શકશે.

પોસ્ટ વિભાગ કઇ કઇ બેંકિંગ ફેસેલિટી આપશે

પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)માં હવે તમામ બચત ખાતા, કરન્ટ એકાઉન્ટ ખોલી શકવા, ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ, બિલ ચૂકવણી અને રિચાર્જ, રેમિટેંસેજ એન્ડ ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેન્કિંગ,’ ડીઓપી પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા છે. પોસ્ટ ઓફિસ હવે’ બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ જેવી બેન્ક સેવાઓ આપી રહી છે.

આ ઉપરાંત આ પેમેન્ટ બેન્કમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એસએમએસ બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ક્યૂઆર કોડથી બેન્કિંગની સુવિધા પણ મળી રહી છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ખુલ્યા બાદ પોસ્ટ ઓફિસે ઓનલાઈન બેન્કિંગની સુવિધા પણ શરૂ કરી છે. આઈપીપીબી ખાતાને પોસ્ટ ઓફિસના બચત ખાતાં સાથે જોડી શકાય છે. પરંતુ પેમેન્ટ બેન્ક પોસ્ટ ઓફિસ લોન આપી શકતી નથી. જોકે તે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા આરડી એકાઉન્ટના બદલામાં લોન આપી શકે છે. આ ઉપરાંત આઈપીપીબી સુકન્યા સમૃદ્ધિ ખાતું, પીપીએફ અને આરડી એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ચૂકવણી’ કે ફંડ ટ્રાન્સફરની સુવિધાઓ પણ આપે છે.

દેશમાં મોજૂદ સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતું, કરંટ ખાતું, એફડી, આરડી, લોન, મ્યુચ્યુઅલ ફંડ, વીમો જેવી સેવાઓ આપે છે. હાલમાં દેશમાં 10 સ્મોલ ફાયનાન્સ બેન્ક કાર્યરત છે.

August 2, 2019
Ukai-1.jpg
2min22870

સુરત અને સુરતવાસીઓના પાણીનો મુખ્ય સ્ત્રોત સમા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી અંગે સુરતનો બચ્ચેબચ્ચો સજાગ હોય અને ચર્ચા કરતો હોય છે. ગયા વર્ષે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હતી અને ચાલુ વર્ષે પાણીની પ્રવર્તેલી તંગીને જોતા આ ચોમાસામાં ઉકાઇ ડેમની સ્થિતિની ચર્ચા સુરતમાં ચૌરેને ચૌટે થઇ રહી છે.

સુરતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા સતત વરસાદના પાણીનો આવરો થતાં આજરોજ તા.2જી ઓગસ્ટ 2019ની સાંજે 5 કલાકે ઉકાઇ ડેમની સ્થિતિ 304.12 ફૂટને આંબી ગઇ હતી.

ચોમાસાનો વિધિવત જ્યારે આરંભ થયો ત્યારથી લઇને 24મી જુલાઇ સુધી ઉકાઇ ડેમની સપાટીમાં કોઇ વધારો નહીં નોંધાતા સરકાર સમેત સમગ્ર સુરતીવાસીઓમાં ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, હવે ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી રહી છે.

સિંચાઇ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે તા.2જી ઓગસ્ટે સાંજે 5 કલાકે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 1.68 લાખ ક્યુસેક્સ નોંધાયો હતો. અને ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધી રહી છે.

Ukai Dam.

Dt.02.08.19. Hr: 17.00hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 304.12 ft.

Inflow: 1,42,933 cusecs.

G.S. : 2290.12 MCM %

Everage filling: 30.89 %

Increase in qty: 1416.39

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level : 209.670 Mt

Outflow: 31915.58 cusecs

August 2, 2019
un_logo.jpg
1min3080

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી સપ્ટેમ્બરે સવારે વાર્ષિક યુએન જનરલ ઍસેમ્બ્લી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રોના આ ૭૪મા સત્રને સંબોધન કરનારા વિશ્ર્વના જે નેતાઓની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં મોદીનું પણ નામ છે.

સંયુક્ત રાષ્ટ્રોની આ મહાસભાના ટાંણે મોદી કેટલીક અન્ય ઉચ્ચ-સ્તરિય શિખર મંત્રણામાં પણ હાજરી આપશે એવી ધારણા છે. એટલું જ નહીં, ન્યૂ યૉર્કની મુલાકાત દરમિયાન તેઓ અમુક દ્વિપક્ષી તેમ જ બહુરાષ્ટ્રીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે.

મોદી ૨૦૧૪ની સાલમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે યુએનજીએ ખાતે પહેલી વાર સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બરનું તેમનું સંબોધન વડા પ્રધાન તરીકેની બીજી મુદત શરૂ કર્યા પછીનું પ્રથમ કહેવાશે. મોદી યુએનજીએના સત્ર માટે ન્યૂ યૉર્ક આવશે એ પહેલાં બાવીસમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન ખાતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. યુએનજીએના વક્તાઓમાં વિશ્ર્વના કુલ ૧૧૨ નેતાઓના નામનો સમાવેશ છે. એમાંથી ૪૮ રાષ્ટ્ર-વડા તથા ૩૦ વિદેશ પ્રધાન સામેલ છે.

August 1, 2019
New-Traffic-Rules-Fine-Challan-Tariff.jpg
1min8360
  • હેલ્મેટ વિના વાહન ચલાવવામા 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ થશે
  • લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા, જે દંડ અત્યારસુધી 500 રૂપિયા હતો
  • મોબાઈલ ઉપર વાત કરતા પકડાવાથી 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે વધીને 5000 રૂપિયા થયો છે
  • દારૂ પીને વાહન ચલાવવાનાં ગુનામાં હવે 2 હજારને બદલે 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાય તો 100નાં સ્થાને હવે 1000 રૂપિયાનો દંડ.
  • ટિકિટ વિના સરકારી બસોમાં મુસાફરી કરતાં કોઈ પકડાશે તો હવે 200નાં સ્થાને પ00 રૂપિયાનો દંડ લાગશે.
  • સગીર વાહન ચલાવતા પકડાય તો તેનાં વાલી અથવા તો વાહનનાં માલિકને દોષિત માનવામાં આવશે અને તેમાં 2પ હજારનાં દંડથી લઈને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકશે.
  • અતિ ઝડપે વાહન હંકારવામાં હવે 100 રૂપિયાનાં બદલે 2000 રૂપિયાનો દંડ લાગશે.
  • ઓવરલોડિંગમાં અત્યાર સુધી 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયાનો દંડ લાગતો હતો જે હવે અનુક્રમે 20 હજાર અને 2000 રૂપિયા થશે.
  • એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધવામાં 10 હજાર રૂપિયાનો દંડ થશે.
  • ટ્રાફિક વિભાગનાં આદેશનાં ઉલ્લંઘનમાં 2000 રૂપિયાનો દંડ લાગુ થશે.
  • ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવામાં 1000ને સ્થાને હવે 2000 રૂપિયાનો દંડ.
  • હિટ એન્ડ રનમાં બે લાખ રૂપિયાથી વધુ સહાય મૃતકનાં પરિજનને મળશે.
  • ઓટો કંપનીઓ એન્જીનનાં માપદંડમાં કસૂર કરે તો પ00 કરોડ રૂપિયા સુધીનો દંડ
  • રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનને આરટીઓ લઈ જવું નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે
  • લાયસન્સ વિના અનઅધિકૃત વાહન ચલાવવા બદલ 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે 5000 રૂપિયા થયો છે,
  • લાયસન્સ વગર ઓવરસાઈઝ વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડની જોગવાઈ

ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

August 1, 2019
1min3840

ભારતની ટેરિટોરિયલ આર્મીના માનદ્ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં પહોંચીને બુધવારે ચોકી-પહેરાની, રક્ષક તરીકેની તેમ જ દેખરેખના કાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. તે આ વિવિધ પ્રકારની ફરજના હેતુસર બુધવારે સવારે જ કાશ્મીરમાં પોતાના દળમાં જોડાઈ ગયો હતો. ધોની ૧૫મી ઑગસ્ટ સુધી વિક્ટર ફૉર્સનો હિસ્સો બનીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારતીય લશ્કરને વિવિધ પ્રકારની સેવા આપશે.

ધોની મંગળવારે કાશ્મીર નહોતો પહોંચી શક્યો, પરંતુ તેણે દિલ્હી-સ્થિત સંબંધિત લશ્કરના સંચાલનમાં જાણ કરી દીધી હતી અને બુધવારે દિલ્હીથી કાશ્મીર પહોંચી ગયો હતો. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે 

ધોની એક પખવાડિયું કાશ્મીરમાં રહેશે અને સામાન્ય રીતે પોતાની જવાબદારીઓ સંભાળશે.

ભારતીય લશ્કરના માનદ્ લેફટનન્ટ કર્નલે કાશ્મીર ખીણપ્રદેશમાં

૨૦૧૨ની સાલમાં ધોનીએ કાશ્મીરમાં ભારતીય લશ્કર સાથે એક અઠવાડિયું માણ્યું હતું. ત્યારે ધોનીએ અલગ-અલગ સ્થળે જઈને સૈન્યના જવાનો તેમ જ અધિકારીઓનું મનોબળ વધાર્યું હતું. ધોની ત્યારે ઉરી ક્ષેત્ર સહિત ઉત્તર કાશ્મીરમાં પાક સાથેની અંકુશ હરોળની નજીકના કેટલાક સ્થળે પણ ગયો હતો. ત્યાર પછી ૨૦૧૭માં પણ તે કાશ્મીર આવ્યો હતો અને ભારતીય લશ્કર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ધોની સામાન્ય લશ્કરી અધિકારીની જેમ કાશ્મીરમાં લગભગ ૧૫ દિવસ સુધી રહેશે એવું પહેલી વાર બની રહ્યું છે. તેને દક્ષિણ કાશ્મીરમાં કયા સ્થળે ચોકીપહેરા માટે મોકલવામાં આવ્યો છે એની જાણકારી નથી આપવામાં આવી.

શું ધોનીને કોઈ ખાસ વિસ્તારમાં કે જ્યાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યાં દેખરેખ માટે રાખવામાં આવશે કે કેમ? એવા સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે ‘એ હજી સુધી નક્કી નથી. જોકે, લશ્કરની ૧૦૬-ટીએ બટાલિયનમાં તે લેફ્ટનન્ટ કર્નલ તરીકે દાખલ થયો છે અને પોતાની જવાબદારીઓ અનુસાર ગતિવિધિમાં સામેલ થશે

July 31, 2019
consumer-Protection.jpg
1min4920
Book about Consumer Protection and gavel in a court.

લોકસભાએ મંગળવારે ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮ને પસાર કર્યો હતો. આ ખરડો રાજ્યસભામાં પસાર થયા તે પછી ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬નું સ્થાન લેશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકો ખામીવાળા માલસામાન કે સેવાની વધુ સારી રીતે ફરિયાદ કરી શકે એવી જોગવાઇ છે.

કેન્દ્રના અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ખરડાનો હેતુ ગ્રાહકોની ફરિયાદ જલદી ઉકેલવાનો છે.

લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા બધા સુધારા નકારી કઢાયા તે પછી આ ખરડો પસાર કરાયો હતો.

રાજ્યભામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં આ ખરડો પસાર થઇ નહોતો શક્યો અને તેથી તેની મુદત પૂરી થઇ ગઇ હતી. હવે આ નવો ખરડો ફરી રાજ્યસભામાં મોકલાશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની પણ જોગવાઇ છે.

નવા ખરડામાં ખામીવાળા માલસામાનને પાછો લેવાની અને તેનું પૂરું રિફંડ આપવાની પણ જોગવાઇ છે.

પાસવાને જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવાની આ ખરડામાં જોગવાઇ છે.ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ વીજળી પુરવઠો ખંડિત થાય અને કૉલ ડ્રૉપ કરાય તો એવા સંજોગમાં પણ ગ્રાહકોને લાભ આપતી જોગવાઇનો આ ખરડામાં સમાવેશ કરવાની માગણી કરી હતી.

કૉંગ્રેસ, દ્રમુક, બસપ સહિતના વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.

July 30, 2019
Pm-Modi_with_tiger.jpg
1min7930

‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે. 

વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે. 

‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું. 

વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. 

આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.

July 30, 2019
ponziScheme.png
1min8500

ગેરકાયદેસર સ્કીમોમાં નાણાં રોકનારા ડિપોઝિટરોને તેમની રકમ પાછી મળી શકે તે માટે સંસદે સોમવારે એક વિધેયક પસાર કર્યું હતું. ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ બીલ’ ૨૦૧૯ સોમવારે પસાર થયું હતું, જેણે આ અંગે અગાઉ બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લીધું છે. ૨૪મી જુલાઈ ૨૦૧૯ તારીખે લોકસભાએ અને સોમવારે રાજ્યસભાએ વિધેયક પસાર કર્યું હતું. જેનાથી પોન્ઝી સ્કીમ્સથી ભોળા રોકાણકારો બચી શકશે.

પોન્ઝી સ્કીમના નાણાં જપ્ત કરવામાં આવે તે પછી તેના પર પ્રથમ હક ડિપોઝિટરોનો રહેશે. ડિફોલ્ટ કરનારી સંસ્થાઓની સંપત્તિ પર ટાંચ મૂકીને ડિપોઝિટરોના નાણાં તેમને પાછા આપી શકાશે તેવી યંત્રણા ઘડવામાં આવશે. ડિપોઝિટ લેનારા સાચા ધંધાર્થીઓ અથવા સગા અથવા મિત્રો પાસેથી નાણાં ઉધાર લેનારાઓને કોઈ તકલીફ પડશે નહીં તેની વિધેયકમાં તકેદારી રાખવામાં આવી છે.

ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પ્રમોટ કરવી, સંચાલન કરવું, જાહેરાત આપવી અથવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તેવી સત્તા વિધેયકમાં આપવામાં આવી છે. તેમ રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ૯૭૮ કેસની નોંધ લેવામાં આવી છે, જેમાંથી ૩૨૬ પશ્ર્ચિમ બંગાળમાં છે.નિયમનકારી છીંડાઓનો લાભ લઈ અને કડક વહીવટી પગલાંના અભાવને કારણે ગેરકાયદેસર ડિપોઝિટ લેવાનું દૂષણ દેશમાં ફૂલ્યુફાલ્યું છે, જેમાં ગરીબો અને ભોળા લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સર્વગ્રાહી યંત્રણા પૂરી પાડવાનો વિધેયકનો ઉદ્દેશ્ય છે. નિયમનકારી માળખા પ્રમાણે ડિપોઝિટ લેવાનું ચાલુ રહી શકશે.

July 26, 2019
dhoni.jpg
1min601

૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે 

મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧ 

જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.

ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’

July 25, 2019
priti_patel.jpg
1min5850
The United Kingdom’s new Prime Minister Boris Johnson on Wednesday appointed Brexit supporter Priti Patel home secretary, Reuters reported. 

ભારતીય નારીઓના ડંકા સમગ્ર વિશ્વભરમાં વાગી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે અંગ્રેજોના હાથમાં ભારતની બાગડોર હતી, આજે 2019માં એવો દિવસ ઉગ્યો છે કે એક ભારતીય મૂળની નારીના હાથમાં અંગ્રેજોના દેશની કાનૂન વ્યવસ્થાની બાગડોર સોંપવામાં આવી છે.

ભારતીય મૂળની નારી ગણાતા પ્રીતિ પટેલને યુનાઇટેડ કિંગ્ડમમાં બોરીસની નવી સરકારમાં હોમ સેક્રેટરી એટલે કે ત્યાંના ગૃહ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ રણનીતિના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે પ્રીતિ બ્રિટનમા ભારતીય મૂળની પહેલી ગૃહમંત્રી બનવવામાં સફળ થઇ છે.

47 વર્ષીય પ્રીતિ સૌપ્રથમ વર્ષ 2010માં વિટહૈમથી સાંસદ બન્યા હતા. અને 2015 અને 2017મા પણ તેમણે આજ સીટ પરથી જીત મેળવી હતી. તે ડેવિડ કેમરૂનની સરકારમાં રોજગાર મંત્રીના પદ પર રહી ચુક્યા છે. તેના માતા-પિતા મૂળ ગુજરાતના હતા, જે યુગાંડામાં રહેતા હતા. અને તેઓ 60ના દશકમાં ઇંગલેન્ડ આવ્યા હતા.