CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 18 of 18 - CIA Live

April 10, 2019
service_voter.jpg
1min5510

આગામી તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદારો મતદાન કરી શકે તેવી રીતે સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટ ઇમેલ દ્વારા મોકલીને તેમનો મત લેવામાં આવશે

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સુરતમાં એક પણ વોટર તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જડબેસલાક વ્યવસ્થાતંત્ર વિકસાવી રહી છે. તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદાતાઓ સુપેરે તેમનો મતાધિકાર ઉપયોગ કરી શકે તેની સાથે સર્વિસ વોટર્સ પણ દેશની સેવામાં રહીને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટની સુવિધા આપવામાં આવી છે.

કોણ હોય છે સર્વિસ વોટર્સ

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે જુદા જુદા મોરચાઓ, સરહદો પર ફરજ બજાવી રહેલા આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ વગેરે તમામ પ્રકારના સૈનિકોને સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. સૈનિકો મતદાનના સમયે પોતાની ફરજ પર દેશમાં જુદા જુદા સ્થળો, સરહદો, મોરચાઓ પર ફરજ બજાવતા હોય છે, તેઓ ભારતના મતદાતા છે અને તેમની પાસે પણ મતાધિકારી છે. ચૂંટણી પંચનું સૂત્ર છે કે કોઇ મતદાતા તેના અધિકારથી વંચિત ન રહેવો જોઇએ. આમ, સૈનિકો દેશ માટે ફરજ બજાવતા હોય તે સ્થળેથી પણ તેમના રહેણાંકના વિસ્તારમાં થનારી ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તેમને ઇબેલેટ મોકલીને તેમનો મત માગવામાં આવે છે અને સામાન્ય મત ગણતરી સાથે સૈનિકોના મતોની પણ ગણતરી કરવામાં આવે છે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 354 સર્વિસ વોટર્સ છે. આ વોટર્સને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેમના આધિકારીક ઇમેઇલ પર બેલેટ પેપર મોકલવામાં આવશે. બેલેટ પેપર ઉપરાંત અલાયદા ઇમેઇલથી પાસવર્ડ પણ મોકલવામાં આવશે. ઇબેલેટ અને ઇવોટિંગને લગતું આ મટિરીયલ ત્યાંના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં આવશે. કમાન્ડિંગ ઓફિસરને મળેલા પાસવર્ડના આધારે ઇબેલેટ ઓપન કરી શકાશે અને સર્વિસ વોટર પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી જ હાથ ધરાશે. સર્વિસ વોટર સિવાય કોઇપણ આ પ્રક્રિયામાં કોને મત આપ્યો તે જોઇ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં.

ઇબેલેટ પર સર્વિસ વોટરનું વોટિંગ થઇ ગયા બાદ જે તે કમાન્ડિંગ ઓફિસર સંબંધિત ચૂંટણી અધિકારીને ઇ બેલેટ મોકલી આપશે અને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે તેની ગણતરી સૌથી પહેલા હાથ ધરવામાં આવશે.

સર્વિસ વોટર્સ માટે ઇલેક્શન કમિશનએ ખાસ વેબસાઇટ તૈયાર કરી છે

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકો, આ સૈનિકો મતદાન કરી શકે તે માટે દેશના ચૂંટણી પંચે ખાસ વેબસાઇટ તૈયાર કરી છે અને આ વેબસાઇટ પર આર્મી, નેવી, એરફોર્સ અને અર્ધસૈન્ય બળ તમામ પ્રકારના પેરામિલિટરી ફોર્સીસ વગેરેમાં ફરજ બજાવતા સૈનિકો, જવાનોને મતદાન કરવા માટેની ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ આ મુજબ http://servicevoter.nic.in/ છે.

સૈનિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સૂત્ર અપાયું, તેરી આવાઝ ભી જરૂરી તેરા વોટ ભી જરૂરી

દેશના ચૂંટણી પંચે ભારતીય સૈનિકો પછી એ કોઇપણ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ કોઇપણ શાખામાં ફરજ બજાવતા હોય પ્રત્યેક સૈનિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ માટે એક વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ સૈનિકોમાં મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સર્વિસ વોટર ગણાતા સૈનિકો માટેનું એક સૂત્ર હાલમાં ભારતમાં અતિ પ્રચલિત છે અને એ એ છે કે  તેરી આવાઝ ભી જરૂરી, તેરા વોટ ભી જરૂરી….

March 27, 2019
bmd1-1280x720.jpg
1min5360

ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. મિશન શક્તિએ અંતરિક્ષ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.27મી માર્ચ 2019ના રોજ રાષ્ટ્રજોગ સંબોધન કરીને જણાવ્યું હતું.

ભારતે પોતાનું નામ અંતરીક્ષ મહાસત્તા તરીકે નોંધાવી દીધું છે. બુધવારે તા.27મી માર્ચ 2019ના રોજ સવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 300 કિલોમીટરના અંતરે લો ઓર્બિટમાં એક જીવંત ઉપગ્રહને ભારતે તોડી પાડ્યો હતો. આ સેટેલાઈટ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું જેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ફક્ત ત્રણ મિનિટમાં તોડી પાડવામાં આવ્યું હતું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

અવકાશ આજે દેશનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આપણા દેશે છોડેલા ઉપગ્રહોનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિકોને પણ થઈ રહ્યો છે. હાલના વર્ષોમાં ઉપગ્રહોનો વધારો થઈ રહ્યો છે ત્યારે દેશે તેની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. મિશન શક્તિ ભારતને હવે અવકાશમાં પણ મહાસત્તા તરીકે સ્થાપિત કરશે. આટલી ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા સાથે ભારતે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે.’

March 21, 2019
bolo.jpg
1min6030
ગૂગલે બોલો એપ્લિકેશન કરી લૉન્ચ

ટેક કંપની અને એંડ્રૉઈજ ઑપરેટિંગ સિસ્ટમ બનાવતી કંપની ગૂગલે બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવવા માટે Google Bolo એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું અર્લી એક્સેસ હાલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને હાલ માત્ર એંડ્રૉઈડ ડિવાઈસ માટે જ લૉન્ચ કરવામાં આવી છે. આ એપને એંડ્રૉઈડ કિટકેટ વર્ઝન 4.4ની ઉપરના તમામ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય છે.

આ એપ્લિકેશન પ્રાથમિક શાળાના બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવાડશે. કંપનીના પ્રમાણે, આ એપ આર્ટિફિશિયલ ઈંટેલિજંસથી સજ્જ ટેક્સ્ટ-ટૂ-સ્પીચ ટેક્નિક પર કામ કરે છે. આ એપ્લિકેશનને માત્ર ભારતીય યૂઝર્સ માટે જ લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનને ઈન્સ્ટૉલ કરતા જ તેમાં એક એનિમેટેડ કેરેક્ટર આવે છે અને બાળકોને વાર્તાઓ વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. જો બાળકો કોઈ શબ્દનું ઉચ્ચારણ ન કરી શકે તો તે ઉચ્ચારણ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય વાર્તા પૂરી કરે ત્યારે બાળકોનું મનોબળ પણ વધારે છે.

google bolo app

ગૂગલ ઈન્ડિયાના પ્રૉડક્ટ મેનેજર નિતિન કશ્યપે કહ્યું કે, અમે આ એપ્લિકેશનને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે તે ઑફલાઈન પણ કામ કરી શકી છે. આ માટે 50 એમબીની એપ્લિકેશન ઈન્ટસ્ટૉલ કરવી પડશે. આમાં હિંદી અને અંગ્રેજીની લગભગ 100 વાર્તાઓ આપવામાં આવી છે. તેને આપ ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચોઃ Samsung Galaxy A સીરિઝ ફોન રિવ્યૂ, જાણો કેવા છે આ ફોન

ગૂગલની આ એપ્લિકેશન ઉત્તર પ્રદેશના લગભગ 200 ગામમાં પરીક્ષણ કરીને ડેવલપ કરવામાં આવી છે. પરીક્ષણના પરિણામો ઉત્સાહજનક રહેતા તેને તમામ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશન અન્ય ભારતીય ભાષામાં પણ રજૂ કરવાનો વિચાર છે.

March 20, 2019
whatsapp_logo.png
1min7780

વિશ્વમાં સૌથી વધુ યુઝ થઈ રહેલા મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચરમાં યુઝર્સ ફોન સ્ટોરેજમાંથી ડિલીટ કરેલા મીડિયા ફાઈલ્સને રી-ડાઉનલોડ કરી શકશે. વોટ્સએપના રિપોર્ટ મુજબ આ સેવા હાલ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નવા અપડેટ સાથે જ તેનો યુઝ કરી શકાશે.

‌નવા ફીચર અંતર્ગત જો તમે વોટ્સએપ ફોલ્ડરમાંથી કોઈ ઈમેજ, વીડિયો, વોઈસ મેસેજ તેમજ અન્ય મીડિયા ફાઈલ ડિલીટ કરી નાંખી હશે તો હવે તેને પરત મેળવવું સરળ બનશે. યુઝર્સ ત્રણ મહિના જૂની ફાઈલ્સ પણ વોટ્સએપ સર્વર પરથી ડાઉનલોડ કરી શકશે. જો કે આ સેવા મીડિયા ફાઈલ્સ પરુતી જ સિમિત રહેશે ટેક્સ્ટને તમે ડાઉનલોડ કરી શકશો નહીં.

અત્યાર સુધી જ્યારે રિસીવર કોઈ ફાઈલ ડાઉનલોડ કરી લેતો હતો તો તેને સર્વર પરથી હટાવી દેવાતી હતી, પરંતુ હવે વોટ્સએપ ત્રણ મહિના સુધી સર્વર પર રાખશે. જેથી યુઝર્સ ત્રણ માસ જૂની ઈમેજ, વીડિયો, વોઈસ મેસેજ અથવા અન્ય ફાઈલ્સને રી-ડાઉનલોડ કરી શકશે. જો કે આ ફાઈલ્સ મોકલનારે તેને ડિલીટ ના કરી હોય તો જ તે પરત ડાઉનલોડ કરી શકાશે.