CIA ALERT
May 11, 20191min2770

Related Articles



રવિવારે ચૂંટણી : છઠ્ઠા તબક્કાના મતદાનનો પ્રચાર શુક્રવારે સાંજે બંધ

Share On :

બારમીએ રવિવારે યોજાનારી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનનું પ્રચારકાર્ય શુક્રવારે સાંજે 6.00 વાગે બંધ થયું હતું. છ રાજયોની અને દિલ્હીની 59 બેઠક માટે બારમીએ મતદાન થશે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળની આઠ-આઠ બેઠક, દિલ્હીની સાત બેઠક અને ઝારખંડની ચાર બેઠક માટે મતદાન થશે. 2014માં 59માંથી ભાજપે 45, તૃણમૂલ કૉંગ્રેસે આઠ, કૉંગ્રેસે બે, સમાજવાદી પાર્ટી અને એલજેપીએ એક-એક બેઠક જીતી હતી.

દિલ્હીમાં કૉંગ્રેસના પીઢ નેતા શીલા દીક્ષિત, ઓલિમ્પિક બોક્સર વિજેન્દ્રસિંહ, કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ ગંભીર અને આમ આદમી પાર્ટીના આતિશી જેવા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં નોંધાશે. ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મહત્ત્વના ઉમેદવાર છે.

ઉત્તર પ્રદેશમાં 2014માં ભાજપે 14માંથી 13 બેઠક કબજે કરી હતી. આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ જીત્યા હતા.

હરિયાણામાં કેન્દ્રીય પ્રધાન કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઈંદ્રજિત સિંહ ફરી ચૂંટણી લડી રહ્યા છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા ફરી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2014માં હરિયાણામાં ભાજપે આઠ બેઠક પર અને સાથી પક્ષ એમજેસીએ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી ભાજપે સાત બેઠક જીતી હતી જયારે એમજેસી બંને બેઠક હારી ગયું હતું. આ બંને બેઠક પર આઇએનએલડી જીતી ગઈ હતી. કૉંગ્રેસે રોહતક પરથી હુડાના પુત્ર દીપેન્દ્ર સિંહને ફરી ઉમેદવારી આપી છે. પશ્ર્ચિમ બંગાળમાં આઠ બેઠક પર મતદાન થશે. તમામ આઠ બેઠક 2014માં ટીએમસીના કબજામાં હતી. ઝારખંડમાં ચાર, બિહારમાં આઠ, મધ્ય પ્રદેશમાં આઠ બેઠક પર મતદાન થશે. કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ બિહારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભોપાલની બેઠક પર દિગ્વિજયસિંહ અને પ્રજ્ઞાસિંહ ઠાકુર વચ્ચેનો જંગ રસપ્રદ બની રહ્યો છે. 2014માં મધ્ય પ્રદેશની સાત બેઠક ભાજપ અને એક માત્ર ગુના બેઠક કૉંગ્રેસ જીતી શકી હતી. બિહારની આઠે આઠ બેઠક એનડીએ જીત્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :